● સિદ્ધપુરમાં છ કલાકમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર
● નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરતાં લોકોએ અદ્ધર જીવે રાત પસાર કરી
● ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને ભારે નુકસાન
● તંત્ર સામે જોવા મળ્યો લોકોમાં રોષ
પાટણઃ જિલ્લાના (Patan Rain Update) સિદ્ધપુરમાં પણ ચોમાસાનો વરસાદ (Monsoon 2021) ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે એકસામટો 5 ઇંચ જેટલો વરસાદ પડતાંં (Waterlogging) પાણી ભરાયાં હતાં. જેને લઇ રહીશોએ અદ્ધર જીવે રાત પસાર કરી હતી. ઉસ્માનપુરામાં એક મકાન ધરાશાયી થયું હતું, જોકે મકાન બંધ હોવાથી કોઇ જાનહાનિ થઇ ન હતી.
એક જ રાતમાં અનરાધાર વરસાદ
પાટણ જિલ્લામાં (Patan Rain Update) ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક એકથી પાંચ ઇંચથી વધુ વરસાદ (Monsoon 2021) છેલ્લા ચાર દિવસમાં નોંધાયો છે. ત્યારે રવિવારે સિદ્ધપુર શહેરમાં મોડી રાત્રે એક આ અનરાધાર વરસાદ શરૂ થયો હતો જે સવાર સુધી ચાલુ રહેતા પાંચ ઇંચ પાણી પડતા સમગ્ર શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. સિદ્ધપુરના નીચાણવાળા વિસ્તારો એવા પેપલા વિસ્તાર, અંડરબ્રિજ, રસુલ તળાવ (Sidhhpur Rasul Lake ) સહિત સોસાયટી વિસ્તારોમાં (Waterlogging) પાણી ભરાયા હતાં. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જેને લઇ વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. દર વર્ષે ચોમાસામાં અસરગ્રસ્ત બનતા રસુલ તળાવની (Sidhhpur Rasul Lake ) હાલત કફોડી બની હતી અને બેટમાં ફેરવાયું હતો. અહીં આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં જેને કારણે ઘરવખરીને નુકસાન થયું હતું. મોડી રાત્રે મૂશળધાર વરસાદથી લોકોના જીવ અદ્ધર થયાં હતાં. ઉસ્માનપુરા વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થયું હતું જોકે મકાન કોઈ રહેતું ન હોઈ જાનહાનિ ટળી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે વહીવટીતંત્ર વામણું સાબિત થયું
રસુલ તળાવ (Sidhhpur Rasul Lake ) વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં વરસાદના સમયે (Waterlogging) પાણી ભરાઇ રહે છે. જેને લઈ લોકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ સમસ્યા હલ કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. દર ચોમાસામાં નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ વરસાદ (Monsoon 2021) પડતાં જ આ પ્લાન માત્ર કાગળ ઉપર જ રહે છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Updates : પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘ મહેર