પાટણઃ રમેશભાઇ પ્રજાપતિ નામના વ્યક્તિ કે જે વ્યાજખોરીનો ભોગ બન્યા છે તેઓએ પોતાની સાથે થયેલી આપવિતી જણાવતા કહ્યું કે, મને વ્યાજખોરોએ મને 30 ટકા બનાવી દીધો છે . મને માર મારી મારા હાથ પગ ભાંગી નાખ્યા છે . હું અને મારો પરિવાર સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છીએ. મારા દિકરાએ એક પોલીસકર્મીના દિકરા પાસેથી રૂા .2 લાખ વ્યાજે લીધા હતા જેની ધાક - ધમકીઓ સામે મેં કેસ કર્યો હતો.
આ પણ વાંચોઃહવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
સતત સ્ટ્રેસમાંઃ આ કેસ પાછો ખેંચી લેવા સતત ટોર્ચર કરી માર મારવામાં આવી રહ્યો છે . હું અપંગ છુ તેમ છતાં મારો હાથ ભાગી નાંખી મને 30 % અપંગ બનાવી દીધો છે.મારે કઇ રીતે પરિવાર ચલાવવો. મેં પોલીસને તમામ આધારપુરાવા રજુ કર્યા હોવા છતાં હજુ સુધી કોઇ જ પગલા ભરાચા નથી કે મને ન્યાય મળ્યો નથી . જેના પ્રત્યુત્તરમાં એસ.પી. વિજય પટેલે ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
પોલીસની ખાતરીઃ સરહદી રેન્જના આઇ.જી.પી. જે.આર.મોથલીયાએ જણાવ્યું કે , વ્યાજખોરી સમાજનું સૌથી મોટુ દુષણ છે . તેને ડામવું જરુરી છે . વ્યાજખોરી ડામવા સરકારે અભિયાન હાથ ધર્યું છે. એક તક પોલીસને શીર્ષક હેઠળ આ અભિયાનમાં વ્યાજખોરીના પ્રશ્નોનું સકારાત્મક નિરાણ લાવવા પોલીસ ક્ટીબધ્ધ છે. વ્યાજખોરી ડામવા પ્રજાએ જાગૃત બની પોલીસને સાથ સહકાર આપવો જરુરી છે. વ્યાજખોરીનો ભોગ બનનારા લોકો ર્યા વિના પોલીસને પોતાની રજુઆત કરે .
આ પણ વાંચોઃ વ્યાજખોરો અને બૂટલેગર સામે એક્શનમાં મોરબી પોલીસ, ધરપકડો શરુ
પરિણામ ઝડપથી આવશેઃ વ્યાજખોરી સામેના આધાર પુરાવા સાથે અરજી કરશો તો તેનું પરીણામ ઝડપથી મળશે. જો વ્યાજખોરીનો ભોગ બનનાર પોતાનું નામ જાહેર કરવા ન માંગતા હોય તો તેઓનું નામ ગુપ્ત રાખીને પણ ચોગ્ય તપાસ કરવામાં આવશે. વ્યાજખોરો સામે વધુમાં વધુ ગુના દાખલ થાય તો આ દુષણને કેટલેક અંશે ડામી શકાય. આજના આ લોકદરબાર કાર્યક્રમમાં લોકોના સૂચનો આવકાર્યા છે. તેના ઉપર અમલ કરવામાં આવશે એન ભોગબનનારાના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવામાં આવશે. જો તમારી પાસેથી વધુ વ્યાજ લેવાતું હોય તો તુરત જ પોલીસને જાણ કરો.
આ પણ વાંચોઃખાખી કે ખેપિયો? કોન્સ્ટેબલ દારૂની હેરફેરમાં ઝડપાયો, સ્ટોક જોઈ પોલીસ પણ ચોંકી
અમો વ્યાજખોરીના દુષણને ડામવા લોકોની વચ્ચે જઇશું અને તેઓની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું . લોકોને કાયદાકીય સલાહ આપવાથી લઇને સરકારની વિવિધ નાણાંકીય યોજનાઓથી વાકેફ કરાશે . વ્યાજખોરી એક સામાજીક દુષણ છે . તેને ડામવા પોલીસ સતત પ્રયત્નશીલ છે . જનતા પોલીસ પાસે ફરીયાદ લઇને આવે છે પરંતુ આજે અમો ખુદ તમારી પાસે આવ્યા છીએ . વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો કોઇપણ જાતનો ડર રાખ્યા વિના નજીકના પોલીસ સ્ટેશન કે પછી એસ.પી. કચેરી આવીને પોતાની ફરીયાદ કરી શકે છે. ---વિજય પટેલ (પોલીસ અધિક્ષક)
બેંક લોન નથી આપતીઃ આ લોકદરબારમાં કેટલાક લોકોએ બેંકો લોન નથી આપતી હોવાના કારણે તેમજ લોન લેનારને હડધુત કરી કાઢી મુકી ધક્કા ખવઙવતા હોવાથી નાણાની જરુરીયાતવાળા લોકો 10-15 ટકાના વ્યાજે મજબુરીથી વ્યાજખોરો પાસેથી પૈસા લેતા હોય છે . આ ઉપરાંત સરકારની વિવિધ નાણાકીય યોજનાઓથી લોકો વાકેફ ના હોવાથી પણ રુરીયાતમંદો આવી યોજનાઓનો લાભ લઇ શક્તા નથી . તદુપરાંત એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે બેંકો જે લાભાર્થીને લોન લેવી હોય તેને ક્યા વોર્ડની કઇ બેંક લાભ આપી શકે છે તેની જાણકારી દર્શાવવી જરુરી છે.