ETV Bharat / state

Patan News: પાટણમાં ગાઢ ધુમ્મસ છવાયું, સમગ્ર માહોલ હિલ સ્ટેશન જેવો આહલાદક બન્યો - હિલ સ્ટેશન જેવો માહોલ

પાટણમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ ધુમ્મસને પરિણામે વાતાવરણ ધૂંધળું બન્યું હતું. જેના પરિણામે વાહનચાલકોને તકલીફ પડી હતી. જો કે શહેરીજનોએ પાટણમાં જ હિલ સ્ટેશન જેવા આહલાદક માહોલને માણ્યું હતું. Patan North Gujarat Misty Atmosphere

પાટણમાં ગાઢ ધુમ્મસ છવાયું
પાટણમાં ગાઢ ધુમ્મસ છવાયું
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 4:08 PM IST

પાટણમાં ગાઢ ધુમ્મસ છવાયું

પાટણઃ ઉત્તર ગુજરાતનું મહત્વના શહેર પાટણમાં આજે વહેલી સવારે ઝાકળ અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આખા પાટણમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિકો એ આહલાદક વાતાવરણની મજા માણી હતી. પાટણના વાતાવરણમાં ઝાંકળના ટીપા જોવા મળ્યા હતા. જો કે આ ધુમ્મસને પરિણામે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકોને તકલીફ પડી હતી.

વાતાવરણમાં પલટોઃ શિયાળા બાદ પ્રથમવાર પાટણમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 2 દિવસથી પાટણમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. પાટણવાસીઓ ગરમ કપડા અને તાપણાનો સહારો લઈને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા હતા. તેવામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે સર્વત્ર ઝાકળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ઠેર ઠેર ઝાંકણ પાણીના ટીપા સ્વરુપે ઉપસી આવી હતી. આકાશમાં ગાઢ વાદળા છવાઈ ગયા હતા. જેના લીધે સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું હતું. આખું પાટણ જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવો અનુભવ સ્થાનિકોને થયો હતો.

વાહનચાલકોને તકલીફઃ હવામાનમાં આવેલા પરિવર્તનને લીધે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેનાથી વાહન ચાલકોને તકલીફ પડી હતી. જેમાં વાહન ચાલકોએ દિવસે પણ હેડ અને ટેલ લાઈટ ચાલુ રાખીને ડ્રાઈવિંગ કરવું પડ્યું હતું. આ ધુમ્મસને લીધે અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને પણ ટાઈમિંગ જાળવવામાં મુશ્કેલીઓ પડી હતી. સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું, કારણ કે વહેલી સવારની ઝાકળ અને ધુમ્મસ સવારે 9 કલાક સુધી વાતાવરણમાં જોવા મળ્યા હતા.

  1. નવસારી જીલ્લામાં ગાઢ ધુમ્મસ સર્જાતા વાતાવરણ બન્યું અહલાદક
  2. શિયાળાની પાપા પગલી, ધુમ્મસને કારણે વાહનોમાં લાગી બ્રેક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.