ETV Bharat / state

Patan News: રાધનપુરમાં લગ્નના આગલા દિવસે જ વરરાજાની હત્યા - Patan News

પાટણ જિલ્લાના રાધનપુરમાં લગ્નના આગલા દિવસે વરરાજાની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. જેને લઈને પોલીસે યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસે ટીમ તૈયાર કરીને ઘટનાસ્થળે તપાસ આદરી હતી. આરોપીઓને પકડી લેવા માટે તજવીશ શરૂ કરી હતી.

Patan News: રાધનપુરમાં લગ્નના આગલા દિવસે જ વરરાજાની હત્યા

author img

By

Published : May 6, 2023, 10:57 PM IST

પાટણઃ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે લગ્નના એક દિવસ અગાઉ સમી તાલુકાના અમરાપુર ગામના ખરીદી માટે ભાઈઓ સાથે આવેલ વરરાજાનું તેના જ સમાજના રાફુ ગામના યુવાને છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરી હતી. પોલીસ વિભાગમાંથી વિગત અનુસાર, સનસનાટીભરી હત્યાના બનાવના પગલે રાધનપુર ચાર રસ્તા ઉપર ભારે અફરા-તફરી મચી હતી. દુકાનદારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

વિપુલની હત્યા ઇશ્વરભાઇ પ્રભુભાઇ નિરાશ્રીત ઠાકોર (રહે.રાફુ) એ તેની ફિયોન્સી સાથેના વિપુલના અગાઉના સંબંધોની અદાવતમાં કરી છે. જેમાં મૃતક વિપુલ અને તેના પિતા એક વર્ષ અગાઉ ભચાઇ તાલુકાના રણાવાડા ગામે રહેતા હતા. આ સમયે બાજુની વાડીમાં રહેતા શખ્સની પુત્રી અને વિપુલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મામલે સમાધાન થયુ હતું. આ યુવતીની સગાઇ ઇશ્વરભાઇ સાથે થઇ હતી. ફિયોન્સી સાથેના અગાઉના સબંધોની અદાવતમાં ઇશ્વરે આ હત્યાને અંજામ આપ્યાની હકીકત સાથે મૃતક વિપુલના ભાઇએ ફરીયાદ નોંધાવી છે.---ડી.ડી.ચૌધરી (રાધનપુર ડી.વાય.એસ.પી.)

સારવાર હેતું ખસેડ્યોઃ વરરાજા યુવાનને પી.એમ. અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના સી.સી.ટી.વી. ફુટેજો મેળવી હત્યારાની ઓળખવિધી કરવા તજવીજ શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાને પગલે પરિવારજનોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. લગ્નમંડપમાં લગ્નગીતોના બદલે લોકો રડવા લાગ્યા હતા. અમરાપુર ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

બાઈક પર આવ્યા હત્યા કરવાઃ પોલીસ વિભાગમાંથી વિગત અનુસાર સમી તાલુકાના અમરાપુર ગામના નિરાશ્રીત ઠાકોર વિપુલ અમરસિંહ (ઉ.વ.20) ના રવિવારે લગ્ન હતા. જેને લઇ જાન જવાના એક દિવસ અગાઉ શનિવારે કૌટુંબિક બે ભાઈઓ સાથે રાધનપુર ખાતે ખરીદી માટે આવ્યો હતો. રાધનપુર હાઇવે પર ચાર રસ્તા પાસે ઇસ્કોન શોપીંગ સેન્ટરમાં ખરીદી કરી નાસ્તો કરવા બેઠા હતા. આ સમયે વરરાજા વિપુલ નાસ્તો કરી લેતા ખરીદી કરેલ નવા કપડા અને અન્ય ચીજવસ્તુઓની થેલીઓ લઈ શોપીંગ સેન્ટરની બહાર ઉભો હતો. તે સમયે તેની રેકી કરી રહ્યા હોય તે રીતે એકાએક બાઇકસવારો ઘસી આવ્યા હતા.

છરીના ઘા મારી દીધાઃ એક યુવાને વરરાજા વિપુલને પકડી ઉપરાછાપરી છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી ફરાર થઇ ગયા હતા. વિપુલ ત્યાંજ લોહીના ઢળી પડયો હતો. દિનદહાડે સરાજાહેર હત્યાના આ બનાવથી હાઇવે વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. પોલીસ વિભાગની પ્રાથમિક તપાસમાં અને તેની સાથે આવેલા બે ભાઇઓના જણાવ્યા મુજબ હત્યારાઓ સમી તાલુકાના રાફુ ગામના જ નિરાશ્રીત ઠાકોર સમાજના હતા અને વિપુલને છરીના ઘા મારનારનું નામ ઇશ્વરભાઇ નિરાશ્રીત ઠાકોર હોવાનું મનાય રહ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.