ETV Bharat / state

Patan Surya Namaskar : પાટણમાં રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા

પાટણની ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ પરિસર ખાતે આજે નવા વર્ષની પ્રથમ સવારની શરૂઆત સૂર્ય નમસ્કાર સાથે કરવામાં આવી હતી. કેબિનેટપ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અનેક ક્ષેત્રના આગેવાનો અને શાળાના બાળકો મળી કુલ 500 જેટલા લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.

Patan Surya Namaskar : પાટણમાં રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા
Patan Surya Namaskar : પાટણમાં રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 3:56 PM IST

બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ

પાટણ : ઈસવીસન 2024ના પહેલા દિવસની પહેલી સવારને વધાવવા પાટણમાં અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અહીં સવારમાં સૂર્યના પહેલા કિરણોનું સ્વાગત કરવા એકસાથે 500 લોકોએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષ 2024ના વધામણાં કર્યાં હતાં.

સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરુ : સૂર્ય નમસ્કાર એક એવું આસન છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ મળે છે. આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદેશ્ય સાથે સરકાર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. સરકાર રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.01 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવ્યા છે. જેમાં ગામ,શાળા,અને શહેરી વિસ્તારોમાંથી અનેક લોકો સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યના અલગ અલગ 108 સ્થળો પર એક સાથે લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા : ત્યારે આજે પાટણમાં પણ સાધકોએ સૂર્યની ઉપાસના કરી હતી. વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ પરિસર ખાતે કેબિનેટ પદ્ધતિ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અધિકારીઓ પદાધિકારીઓ રાજકીય આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી સૂર્યની ઉપાસના કરી હતી. તો રમત ગમત સંકુલ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં 500 જેટલા લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

બળવંતસિંહ રાજપૂતની પ્રતિક્રિયા : કેબિનેટપ્રધાન બળવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો દિવસ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભ સવારની શરૂઆત મોઢેરાના સૂર્યમંદિર ખાતેથી સૂર્યનમસ્કાર સાથે કરાવી છે. વર્લ્ડ રેકોર્ડની શરૂઆત ગુજરાતે કરી છે. જેમાં 15 લાખથી વધુ લોકો જોડાયા છે. રાણીની વાવમાં પણ મોટી સંખ્યામાં લોકો સૂર્યનમસ્કાર કરી સહભાગી થયા છે. આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થાય છે. ત્યારે મુખ્યપ્રધાન અને વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

  1. Surya Namaskar : વધુ એક વિશ્વ રેકોર્ડ સ્થાપવા તૈયાર ગુજરાત, 1 જાન્યુઆરીના રોજ સર્જાશે ઇતિહાસ
  2. Happy New Year 2024: નવા વર્ષની ઉજવણી કચ્છમાં, વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં પ્રવાસીઓનું ઘોડાપુર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.