ETV Bharat / state

Patan News : કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેતરોની કલેકટરે મુલાકાત લીધી, નુકસાનીનો સર્વે માટે આટલી ટીમની રચના - કલેકટર મુલાકાત

છેલ્લાં પાંચ દિવસમાં વરસેલા કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાનની વ્યાપક રાવ છે. ત્યારે પાટણ જિલ્લામાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.જે માટે 65 ટીમ કામે લાગી છે. બીજીતરફ પાટણ કલેક્ટર પણ સ્થળતપાસ કરતાં જોવા મળ્યાં હતાં.

Patan News : કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેતરોની કલેકટરે મુલાકાત લીધી

author img

By

Published : Mar 25, 2023, 2:14 PM IST

પાટણ : પાટણ જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન હવામાનના બદલાવને પગલે થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થવા પામેલ હોવાની વ્યાપક બૂમ ઉઠી છે. ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણી પ્રવર્તી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે સક્રિય બન્યું છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

સીએમના સૂચનો : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાટણમાં છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાની અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓને ફિલ્ડમાં જવા સૂચનો કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો Unseasonal Rain: પાટણમાં વર્ષો પછી કરા સાથે વરસ્યો વરસાદ, વાહનવ્યવહાર ઠપ્પ

ક્યાં વધુ નુકસાન : આ બેઠકમાં જિલ્લામાં થયેલ નુકસાની અંગે કરાયેલ સર્વેની માહિતી તેમ જ તે સંદર્ભે કરાયેલ કાર્યવાહીનો ચિતાર મેળવ્યો હતો. જિલ્લાના અધિકારીઓને ફિલ્ડમાં જવા તથા સાચા લાભાર્થીને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવા માટે સુચનો કર્યા હતાં. પાટણ જિલ્લાના સરસ્વતી , સિધ્ધપુર અને પાટણ તાલુકામાં કમોસમી વરસાદથી વધારે નુકસાન થવા પામ્યુ છે. પાટણ જિલ્લામાં 1 ગાય 1 ભેંસ અને એક વ્યકિતનું મોત પણ નોંધાયું છે.

નુકસાનનો સર્વે : ખેતી પાકમાં ઘઉ અને ઇસબગુલનું પણ નુકસાન થયું છે જેના સર્વે માટે 45 ટીમો બનાવવામાં આવેલ છે. જે ટીમો ખેતરોમાં જઈ ખેતીમાં થયેલ નુકસાનનો સર્વે કરી રહી છે. આ નુકસાન ભરપાઇની કામગીરી એક અઠવાડીયામાં પાટણ જિલ્લામાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો Patan Rain : પાટણમાં કરા સાથે કમોસમી વરસાદ, પાકને નુકસાન થતાં ખેડૂતોને ફટકો

કલેકટરે ખેતરોમાં જઈ તાગ મેળવ્યો : પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટીએ સરસ્વતી તાલુકાના જાળેશ્વર પાલડી ખાતે ભારે વરસાદના કારણે ખેતીમાં ખેડૂતો ને થયેલ નુકસાની અંગે તાગ મેળવવા ખેતરમાં જઈને જાત તપાસ કરી ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. જિલ્લા કલેકટરની સાથે પાટણ ખેતીવાડી અધિકારી જિલ્લા મહેશ પ્રજાપતિ, સરસ્વતી તાલુકાના ટીડીઓ સી.બી.લિમ્બાચીયા તેમજ ખેતીવાડી વિભાગના અધિકારી , કર્મચારીઓ અને તલાટી કમ મંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

નુકસાનીનો સર્વે
નુકસાનીનો સર્વે

સર્વે માટે 62 ટીમ : જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટીએ જણાવ્યું હતું કે જિલ્લામાં તા .18.03.2023 ના રોજ થયેલ કમોસમી વરસાદના લીધે થયેલ મકાન નુકસાન અંતર્ગત શહેરી વિસ્તારમાં સર્વે માટે કુલ 5 ટીમો , ગ્રામ્ય વિસ્તારમાં સર્વે માટે તાલુકા દીઠ 1 એમ કુલ 9 ટીમોની રચના કરવામાં આવી છે . તદઉપરાંત તા .18.03.2023 ના રોજ થયેલ કમોસમી વરસાદના પગલે કૃષિ ક્ષેત્રે થયેલ નુકસાનીના પગલે જિલ્લામાં સર્વે માટે કુલ 62 ટીમોની રચના કરવામાં આવી છે . જેમાં સમી તાલુકામાં 11 ટીમ શંખેશ્વરમાં 6, પાટણમાં 17, સરસ્વતીમાં 14 તેમજ સિદ્ધપુરમાં 14 ટીમની રચના નુકસાનીનો સર્વે કરવા માટે કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.