ETV Bharat / state

Patan News : પાટણમાં ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠકમાં જગદીશ ઠાકોરની મોટી જાહેરાત - જગદીશ ઠાકોરનો આક્રમક મિજાજ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની અધ્યક્ષતામાં જગદીશ ઠાકોર દ્વારા પાટણમાં બેઠક યોજાઇ હતી. ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠક દરમિયાન ઠાકોરે 14 ઓગસ્ટે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી.

Patan News : પાટણમાં ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠકમાં જગદીશ ઠાકોરની મોટી જાહેરાત

author img

By

Published : Aug 8, 2023, 8:51 PM IST

14 ઓગસ્ટે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજવાની જાહેરાત

પાટણ : પાટણ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠક યોજાઇ હતી. શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ અંગે આ ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બક્ષીપંચ સમાજના અધિકારો માટે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી 14 ઓગસ્ટના રોજ બિનરાજકીય રીતે ચાર જેટલી માંગણીઓ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવો હુંકાર કરવામાં આવ્યો હતો.

ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠક : આગામી લોકસભાની ચૂંટણી 2024ના પડગમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર તૈયારીઓમાં જોતરાયું છે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પણ અત્યારથી જ પોતાના પક્ષને મજબૂત કરવા માટેની ગતિવિધિઓ તેજ કરવામાં આવી રહી છે. પક્ષના વરિષ્ઠ નેચાઓ દ્વારા વિવિધ મુદ્દાને લઇ વિવિધ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એવામાં આજે પાટણ શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં ઓબીસી અનામત બચાવવાના ભાગરૂપે ચિંતન સંકલ્પ બેઠક યોજવામાં આવી હતી.

પાટણ કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ હાજર

જગદીશ ઠાકોરનો આક્રમક મિજાજ જોવા મળ્યો : આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ઓબીસી સમાજ સાથે સરકારે અન્યાય કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ઓબીસી સમાજને ખતમ કરવાની છે સરકારે ઓબીસી સમાજને દારૂ, જુગાર અને ડ્રગ્સ આપ્યો છે. ખેડૂતોને ખેતમજૂરો બનાવ્યા છે.

બંધારણમાં ઓબીસી સમાજને આપવામાં આવેલા અધિકારો અને હકોનું હનન કરવામાં આવી રહ્યું છે. ઓબીસી સમાજને અંદરોઅંદર લડાવી ભાજપ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યું છે. ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે 10 ટકા અનામત હતી તે ભાજપએ રદ કરી છે માટે હવે 27 ટકા અનામત લાગુ કરવામાં આવે. ઓબીસી સમાજ માટે ફાળવવામાં આવતા બજેટમાં વધારો કરી તે 27 ટકા કરવામાં આવે તેમજ સહકારી સંસ્થાઓમાં ઓબીસી સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવે. તેવી ચાર માંગણીઓ સાથે આગામી 14 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બિનરાજકીય રીતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે...જગદીશ ઠાકોર(ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ)

ભાજપ સામે આકરા શબ્દપ્રહારો : ઓબીસી અનામત બચાવો ચિંતન બેઠકમાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાલમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પાન પાર્લરો અને અન્ય સ્થળો ઉપર નશીલા પદાર્થો અને સિરપો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. સામાન્ય વ્યક્તિ પોસ ડોડા કે અફીણ ગાંજા સાથે પકડાય તો તેને જામીન પણ મળતા નથી. જ્યારે કંડલા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવા છતાં કંડલા પોર્ટના માલિક ઉપર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઓબીસી, એસસી, એસટી તેમજ લઘુમતી સમાજને ખતમ કરવાની વૃત્તિ ભાજપની ગળથૂથીમાં છે.

  1. Gujarat Congress Protest : ગુજરાત કૉંગ્રેસના સરકાર પર આક્ષેપ, લોકશાહીને ખતમ કરી નાખી
  2. Bhavnagar News : વ્યાપમ ઘોટાલા કરતા વ્યાપક ડમી ઉમેદવાર કૌભાંડ હોવાનો દાવો કરતાં જગદીશ ઠાકોર
  3. OBC Reservation: રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારની દાનત નથી, અમિત ચાવડાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.