ETV Bharat / state

HNGU University Recruitment Scam : HNGU યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પત્ર લખી આપી ચિમકી - Corruption in North Gujarat University

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat University) વર્ષ 2020માં 42 જુનીયર કારકુન ભરતી કૌભાંડ(HNGU University Recruitment Scam) મામલે અનેક વખત રજુઆતો કરવા છતાં પરિણામ નિષ્ફળ આવતા પાટણના ધારાસભ્યએ(MLA of Patan) મુખ્યપ્રધાને પત્ર લખી આંદોલનની ચીમકી આપી.

HNGU University Recruitment Scam : HNGU યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પત્ર લખી આપી ચિમકી

author img

By

Published : Jan 13, 2022, 8:30 AM IST

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat University) વર્ષ 2020માં 42 જુનીયર કારકુન ભરતી કૌભાંડ મામલે 18થી વધુ વખત રજુઆતો કરવામાં આવી છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને લેખીત(Patan MLA wrote a Letter to the CM) રજૂઆત કરી 15 દિવસમાં આ સમગ્ર પ્રકરણની CID ક્રાઇમને તપાસ સોંપવામાં નહી તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

પાટણના ધારાસભ્યનો પત્ર મુખ્યપ્રધાનને

પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પત્ર લખ્યો

પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે મુખ્યપ્રધાનને લેખીત રજૂઆત કરી જણાવ્યું હતું કે , હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ 2020માં થયેલ જુનીયર કારકુન ભરતી(HNGU University Recruitment Scam) કરવામાં આવી હતી. જેમાં અગાઉથી નકકી કરેલા નામોની જ ભરતી કરી મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. સરકારની સૂચનાઓનું ઉલ્લંઘન કરી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ ભ્રષ્ટાચાર(Corruption in North Gujarat University) કરી સગાવાદને પ્રોત્સાહન આપ્યું હતું.

સગાવાદને પ્રોત્સાહન આપતા કારોબારી સભ્યનું સભ્યપદ રદ કરવા માંગણી

આ ઉપરાંત પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને રજુઆત કરી હતી કે, ભરતી પ્રક્રિયા અંગેના નિયમો, ભરતી પરીક્ષાની પ્રક્રિયા, પરીક્ષાનું મૂલ્યાંકન, પરીણામની જાહેરાત તેમજ નિમણુંક ઓર્ડર સહિતની બાબતોની CID દ્વારા તપાસ કરાવવામાં આવે. તેમજ સરકાર દ્વારા ખાતાકીય પરીક્ષા પાસ કરે તેને જ કાયમી કરવા અને ખાતાકીય પરીક્ષા પાસ ન કરે તેને છુટા કરવા અને સગાવાદને પ્રોત્સાહન આપતા કારોબારી સભ્યનું સભ્યપદ રદ કરવા માંગણી કરી છે.

ધારાસભ્યએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

સરકાર દ્વારા આ સમગ્ર ભરતી પ્રકરણના કૌભાંડની CIDને 15 દિવસમાં તપાસ સોંપવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ Protest OF PM Security Breach : પાટણમાં ભાજપે કોંગ્રેસ સામે વિરોધ દર્શાવવા પૂતળાંદહન કર્યું

આ પણ વાંચોઃ Municipality Bribery Case: રાધનપુર નગરપાલિકાના 2 એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા, લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.