પાટણઃ યુનિવર્સિટીના કન્વેન્શલ હોલ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ (Patan Kala Mahakumbh 2022) યોજાયો હતો. આમાં અલગ અલગ 17 કૃતિઓમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું કોશલ્ય દર્શાવ્યું હતું. જો વિજેતા થનારા વિદ્યાર્થીઓ આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ યોજાનારા કલા મહાકુંભ મહોત્સવમાં (Patan Kala Mahakumbh 2022) ભાગ લેશે.
આ પણ વાંચો- જૂનાગઢમાં રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં 40થી વધુ કલાકારોએ ભાગ લીધો
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે યોજાયો કલા મહાકુંભ
આ કલા મહાકુંભમાં ભરતનાટ્યમ્, લોકનૃત્ય, ગરબા, રાસ, કથ્થક, એક પાત્રીય અભિનય, લોકવાર્તા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય લેખન સહિતની 17 કૃતિઓમાં જિલ્લાના બાળ, યુવાન અને વયસ્ક કલાકારોએ ભાગ લઈ પોતાની કલા રજૂ કરી હતી. વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ કોરોના ગાઈડલાઈન સાથે આ કલા મહાકુંભ (Patan Kala Mahakumbh 2022) યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- કપરાડા ખાતે ચેપા ગામના દોડવીર સહિત અનેક ખેલવીરનો યોજાયો સન્માન કાર્યક્રમ
આઝાદીના અમૃત મહોત્સ અંતર્ગત યોજાયો કલા મહાકુંભ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા આ કલા મહાકુંભ યોજાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (Kala Mahakumbh under Azadi Amrut Mahotsav) પાટણમાં કન્વેન્શન હોલ અને ગાર્ડન મળી કુલ 5 જગ્યાએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. તો આ કલા મહાકુંભને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ ખૂલ્લો મુક્યો હતો.
વિજેતા થનારા વિદ્યાર્થીઓ પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે
જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થનારા વિદ્યાર્થીઓ આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ યોજાનારા કલા મહાકુંભમા (Patan Kala Mahakumbh 2022) ભાગ લેશે. જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થનારા સ્પર્ધકોને રોકડ રકમ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં (Honoring the contestants of Kala Mahakumbh) આવ્યા હતા.