ETV Bharat / state

Patan Jagannath Rathyatra 2022: પાટણમાં જગતના નાથે સામે ચાલીને આપ્યા દર્શન - પાટણ રથયાત્રામાં ભક્તોની ભીડ

પાટણમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા (Patan Jagannath Rathyatra 2022) નીકળી હતી. ત્યારે અહીં વાજતેગાજતે મંદિર પરિસરથી નીકળેલા ભગવાનનાં રથોને ભક્તોએ વધાવી (Welcome to the chariots of God in Patan) લીધા હતા. તો આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો (Crowd of devotees in Patan Rathyatra) ઉમટ્યા હતા.

Patan Jagannath Rathyatra 2022: પાટણમાં જગતના નાથે સામે ચાલીને આપ્યા દર્શન

author img

By

Published : Jul 2, 2022, 9:16 AM IST

પાટણઃ જિલ્લામાં કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી અષાઢી બીજના દિવસે (1 જુલાઈ) ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી (Patan Jagannath Rathyatra 2022) હતી. અહીં શુભ મુહૂર્તમાં મંદિર પરિસર ખાતેથી વાજતેગાજતે રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી. ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે શહેરમાં માનવ મહેરામણ (Welcome to the chariots of God in Patan) ઉમટ્યું હતું અને ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુ ભક્તોએ ધન્યતા (Crowd of devotees in Patan Rathyatra) અનુભવી હતી.

પાટણમાં યોજાઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા

ભાજપ-કૉંગ્રેસના આગેવાનો પણ જોડાયા - ભગવાનની મૂર્તિઓને 12.39 વાગ્યે શુભ મુહૂર્તમાં રથમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ રથયાત્રામાં ભાજપ-કૉંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. જ્યારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રિતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

રથયાત્રામાં માનવ મહેરામણ
રથયાત્રામાં માનવ મહેરામણ

મંદિર પરિસર જય રણછોડના નાદથી ગૂંજી ઊઠ્યું - પાટણના પ્રસિદ્ધ જગદીશ મંદિર (Patan Jagdish Temple) ખાતે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનો ધસારો (Crowd of devotees in Patan Rathyatra) જોવા મળ્યો હતો. મંદિરમાં કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો રથયાત્રા પહેલા 2 ગજરાજોનું ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત કરાયેલા ત્રણેય રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

રથયાત્રામાં બે ગજરાજ સહિત  સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની કુલ 140 જેટલી ઝાંખીઓમાં  બાળકો સહિત મોટેરાઓ વેશભૂષામાં સજ થઈ જોડાયા

આ લોકોએ કરાવ્યું રથોનું પ્રસ્થાન- ભગવાનની મહાઆરતીની ઉજવણી બોલાતા હરેશ જોશીએ 1,65,000ની ઉજવણી બોલતા સતત 10મી વાર ભગવાનની આ દિવ્ય આરતી ઉતારવાનો લ્હાવો તેમણે લીધો હતો. સંગીતની સુરાવલી વચ્ચે ભગવાન જગન્નાથજી સહિત ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત સૌ કોઈ ભગવાન જગન્નાથમય બની ગયા હતા. ત્યારબાદ ત્રણેય રથોને પ્રસિદ્ધ શિવકથાકાર લંકેશ બાપુ તેમ જ રાજકીય આગેવાનોએ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યા હતા.

ભક્તો માટે વિશેષ વ્યવસ્થા
ભક્તો માટે વિશેષ વ્યવસ્થા

ઠેરઠેર ભગવાનની આરતી ઉતારવામાં આવી- રથયાત્રાના દિવસે (Patan Jagannath Rathyatra 2022)ભગવાન જગન્નાથજી સામે ચાલીને નગરજનોને દર્શને આપવા નીકળ્યા હતા. ત્યારે ભગવાનના આ અનુપમ નજારાના દર્શન માટે શહેરના માર્ગો ઉપર ઘોડાપૂર ઉમટી હોય તેવો માહોલ સર્જાયો હતો. શહેરના માર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટી (Crowd of devotees in Patan Rathyatra) પડ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગો પર ઠેરઠેર ભાવિક ભક્તો (Crowd of devotees in Patan Rathyatra) દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.

થયાત્રા પૂર્વે બે ગજરાજોને મંદિર પરિસરમાં તેઓનું ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું

આ પણ વાંચો-Jagannath Rathyatra 2022: શા માટે ભગવાન જગન્નનાથ આજની રાત્રી રથમાં પસાર કરશે, શું છે આ લોકવાયકા પાછળનું કારણ...

નાના બાળકોએ આપ્યો સંદેશ - તો આ વખતે રથયાત્રામાં (Patan Jagannath Rathyatra 2022)2 ગજરાજ સહિત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની કુલ 140 જેટલી ઝાંખીઓમાં બાળકો (Crowd of devotees in Patan Rathyatra)સહિત મોટેરાઓ વેશભૂષામાં સજ્જ થઈ જોડાયા હતા. તો પટણી સમાજના ભાઈઓ દ્વારા મલ્લ યુદ્ધ કંસવદ સહિતના કરતબો રજૂ કરી લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. તો સિદ્ધપુર તાલુકાની ઘુમડ પ્રાથમિક શાળાના બાળકોએ રથયાત્રાના માર્ગો ઉપર સ્કેટિંગ કરતા લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ નાના બાળકોએ યોગના વિવિધ આસનો કરી લોકોને નિરોગી રહેવા માટેનું સંદેશો આપ્યો હતો.

સિદ્ધપુર તાલુકાની ઘુમડ પ્રાથમિક શાળાના બાળકોએ રથયાત્રાના માર્ગો ઉપર સ્કેટિંગ કરતા લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું

દર્શનાર્થીઓ માટે 50થી વધુ સેવા કેમ્પ ઊભા કરાયા - પાટણમાં 140મી રથયાત્રામાં (Patan Jagannath Rathyatra 2022) લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે વિવિધ સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે શરબત, ઠંડુ પાણી, ઠંડી છાશ, કેન્ડી, શિરાનો મહાપ્રસાદ લાઈવ ઢોકળા સહિતના 50થી વધુ ટેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ લાભ લીધો હતો.

રથયાત્રામાં ભક્તોનો જમાવડો
રથયાત્રામાં ભક્તોનો જમાવડો

આ પણ વાંચો- કૃષ્ણ ભક્તિમા લીન યુક્રેનની મહિલાએ રથયાત્રામાં કરી આ પ્રાર્થના

રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત - રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા 1 SP, 2 DySP, 4 PI, 18 PSI, 200 પોલીસ જવાનો, 40 મહિલા પોલીસ, એક SRP પ્લાટૂન, 100 હેડ કોન્સ્ટેબલ, 4 ઘોડે સવાર મળી 470 પોલીસ જવાનોના લોખંડી કાફલા ઉપરાંત ડ્રોન કેમેરા અને બોડીવોર્ન કેમેરાની તીસરી આંખથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રથયાત્રામાં આ લોકો રહ્યા ઉપસ્થિત - ભગવાનની ત્રણેય મૂર્તિઓને ચાંદીજડિત રથમાં પ્રસ્થાપિત કરવામાં આવી ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ, ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમ જ વહીવટી તંત્રના અધિકારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રણીઓનું મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.