પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી MSc સેમેસ્ટર 3ની પરીક્ષામાં મહેસાણા ખાતે વિવિધ MSc કોલેજોમાં વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીઓ જે તે સેન્ટરમાંથી ઓબ્ઝર્વર દ્વારા મેળવી ઓબ્ઝર્વેશન સેન્ટર પર જમા કરાવી ત્યાંથી મૂલ્યાંકન સેન્ટર સુધી ગઈ હતી. જેમાંથી 26 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું બંડલ ગુમ થઈ ગયું હતું. મૂલ્યાંકન કરનાર પ્રોફેસર સુધી નહીં પહોંચતા આ વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થયા ન હતા. વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થીઓ દ્વારા પરિણામ ઝડપી જાહેર કરવાની રજૂઆતો સામે આવી છે. જે તપાસ કરતા 26 વિદ્યાર્થીઓની જ ઉત્તરવહીઓ ક્યાં ગુમ થઈ હોવાનું સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતને પગલે મેરીટ બેજ પ્રોગરેશનના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
કોની બેદરકારી : આ ગંભીર પ્રકારની બેદરકારી ક્યાં થઈ છે, કોના દ્વારા કરવામાં આવી છે, તેની તપાસ કરવા બે સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીએ આ બાબતે તપાસ હાથ ધરી પરીક્ષા સુધી સમિતિની બેઠકમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, પરંતુ આ રિપોર્ટમાં ઉત્તરવહીઓ ગુમ થવા બાબતે કોઈ દોષિત હોવા અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે કુલપતિ દ્વારા તપાસ કમિટીને આ બાબતે વધુ તપાસ કરવા માટે મુદત આપી હતી.
સમિતિએ રિપોર્ટ સુપરત કર્યો : કુલપતિએ આપેલી મુદતની સમય મર્યાદામાં તપાસ સમિતિએ આ રિપોર્ટ ગુરુવારે સાંજે પરીક્ષા સુધી સમિતિની બેઠકમાં રજૂ કર્યો હતો. જે રિપોર્ટને આજે શુદ્ધિ સમિતિ દ્વારા બંધ કવરમાં પરીક્ષા નિયામકને આપવામાં આવ્યો છે. જે રિપોર્ટને આધારે યુનિવર્સિટી દ્વારા દોષિતો સામે સોમવારે નિર્ણય લેવામાં આવશે.
MSc સેમેસ્ટર 3ની પરીક્ષામાં 26 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ક્યાંક ગુમ થયેલી હોવાનું માલુમ પડતા આ બાબતે બે સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ગંભીર પ્રકારની બેદરકારી કોના દ્વારા થઈ છે તે બાબતે તપાસ સમિતિએ આપેલા રિપોર્ટને આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. - આર.એન. દેસાઈ (યુનિવર્સિટીના કુલપતિ)
પગલા સામે નજર : આ બનાવમાં પણ દોષિતોને છાવરવા બંધ બારણે અહેવાલ સુપરત કરાયો હોવાની ચર્ચા જાગી છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સોમવારે દોષિતો સામે પગલાં ભરે છે કે છાવરે છે તેની ઉપર શિક્ષણ વિદોની મીટ મંડાઈ છે.
- Patan News : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં સાત વર્ષ બાદ નેક ઇન્સપેક્શન, શેની તપાસ કરશે જાણો
- Vadodara News : એમએસયુ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓને 14.50 લાખ સુધીના પેકેજ અપાયાં
- Vadodara News : વડોદરામાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશને લઈ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધનો સૂર બુલંદ