ETV Bharat / state

Patan News : પાટણની સમસ્યા ઉકેલવા માટે જિલ્લાના આગેવાનોના પ્રશ્નનો મુખ્યપ્રધાને સાંભળ્યા - પાટણની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ

પાટણ HNGUના કન્વેન્શન હોલમાં મુખ્યપ્રધાન સાથે જિલ્લાના આગેવાનો અને કાર્યકરોએ વન ટુ વન બેઠક કરી હતી. જેમાં જિલ્લાના કેટલીક સમસ્યા હલ કરવા બાબતે મુખ્યપ્રધાન પાસે માંગણી કરાઈ હતી. ઉપરાંત આ બેઠકમાં લોકસભાના મતદાનને લઈને પણ વાત કરવામાં આવી હતી.

Patan News : પાટણની સમસ્યા ઉકેલવા માટે જિલ્લાના આગેવાનોના પ્રશ્નનો મુખ્યપ્રધાને સાંભળ્યા

author img

By

Published : Apr 12, 2023, 8:00 PM IST

પાટણમાં મુખ્યપ્રધાને જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે કરી બેઠક

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્સન હોલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના પદાધિકારીઓ આગેવાનો તેમજ વિવિધ મંડળના પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. કાર્યકરોની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને મુખ્યપ્રધાને સાંભળ્યા હતા. કાર્યકર્તાઓના તમામ પ્રશ્નો સર્વે હલ કરવાની મુખ્યપ્રધાને ખાતરી આપી હતી. સાથે જ આગેવાનો કાર્યકરોને કર્મનિષ્ઠ થઈ કામ કરવા મુખ્યપ્રધાને અનુરોધ કર્યો હતો.

સરકારી યોજનાઓ જનજન સુધી પહોચાડવા અનુરોધ : પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કન્વેન્સન હોલ ખાતે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યોની સાથે વન ટુ વન સંવાદ કર્યો હતો. આ બેઠકમાં પુર્વ ગૃહપ્રધાન રજની પટેલ, સાંસદ ભરત ડાભી, પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, મયંક નાયક સહિત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યપ્રધાને કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત થકી અપાતો સંદેશ જન જન સુધી પહોંચાડી લોકો સરકારની યોજનાઓથી લાભાન્વિત બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુઘી પહોચાડવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : Congress Party: પ્રોફેસરની આત્મહત્યાને લઇને ભાજપ પર કોંગ્રેસના પ્રહાર

કેન્દ્રીય વિદ્યાલયનો તાકીદે પ્રશ્ન હલ કરાશે : યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલી મુખ્યપ્રધાના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાની બૃહદ બેઠકમાં જિલ્લાના આગેવાનો પદાધિકારીઓએ મુખ્યપ્રધાન સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પાટણ જિલ્લાના પ્રાણ પ્રશ્નોમાં સરસ્વતી નદીમાં પાણી નાખવુ, પાટણ નવીન બસ સ્ટેશનનું કામ ઝડપથી પૂર્ણ કરવું, નર્મદા કેનાલોમાંથી ખેડૂતોના ખેતર સુધી ન પહોંચતા પાણીને યોગ્ય નિકાલ લાવી પહોંચતું કરવું, પાટણ સહિત જિલ્લાના વિવિધ અંતરિયાળ ગામોના રસ્તાઓનું કામ ઝડપથી પૂર્ણ કરવું તેમજ ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું કરવા લોકો દ્વારા આવતી માગણીઓને ઝડપથી પૂર્ણ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ

લોકસભામાં મતદાન : આ ઉપરાંત કામ પૂર્ણ કરીને આગામી લોકસભામાં વધુમાં વધુ મતદારો ભાજપ તરફી મતદાન કરે તેઓ અનુરોધ કર્યો હતો. તો પાટણ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલયમાં જે નાણાંનો પ્રશ્ન છે. તે તાત્કાલિક હલ કરી બિલ્ડીંગમાં અભ્યાસ કાર્ય શરૂ કરાશે. નાણાનો પ્રશ્ન હલ થાય ત્યાં સુધી ધોરણ 11ના વર્ગો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.