- પોલીસે સર્વોદય ગેસ એજન્સીના ઘોડા ઉપર ઓચિંતી રેડ કરી
- ગેસ કાઢી પાણી ભરતા ચાર ઇસમોને પોલીસે ઝડપ્યા
- 67 સિલિન્ડર સાથે 88,600નો મુદ્દામાલ કબજે કર્યો
પાટણ: ઇન્ડેન ગેસ સર્વોદય ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સિલેન્ડરમાંથી ગેસ કાઢી અંદર પાણી ભરી નિયત વજનમાં ગ્રાહકોને સિલેન્ડર આપવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ભારે ચકચાર જાગી છે. પાટણ બી ડિવિઝન પોલીસે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી આ કૌભાંડમાં સંડોવાયેલા સર્વોદય ગેસ એજન્સીના ગોડાઉન કીપર અને ગેસ સપ્લાય કરતા ચારને ઝડપી લીધા હતા અને 67 ગેસ સિલેન્ડર સાથે 88,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીએ બાયોડિઝલના જથ્થા પર કરી રેડ
B ડિવીઝન પોલીસે ઓચિંતી રેડ કરી
પાટણ ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલ ઇન્ડેન ગેસની સર્વોદય ગેસ એજન્સીના ગોડાઉનમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી અડધો ગેસ લઈ તેના બદલે પાણી ભરી નિયત વજન કરી ગેસ સિલેન્ડર જે તે ગ્રાહકને આપવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની બાતમી પાટણ B ડિવિઝન પોલીસને મળતા ગતરાત્રે બી-ડિવીઝન PI એસ.આર.ગાવીત, PSI દેસાઈ, સહિતના સ્ટાફે ઓચિંતી રેડ કરી હતી.
આ પણ વાંચો: ધોરાજીમાં વહીવટી તંત્રએ કરી રેડ, 36 લાખના વાહનો જપ્ત
પોલીસે રૂપિયા 88,600નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ સમયે ગોડાઉન કીપર અમીન ભીખાભાઈ મોહનભાઈ અને ગેસ સપ્લાયર ભીખાભાઈ અમીન, કૌશિકભાઈ અરવિંદભાઈ તેમજ સચિન લક્ષ્મણભાઈ મકવાણા ગેસના ખાલી સિલેન્ડર ઉપરના વાલ્વ ઉભા પાના વડે ખોલી તેમાં અડધા જેટલું પ્લાસ્ટિકની પાઇપ વડે પાણી ભરી ફરીથી તે વાલ બંધ કરી તેમાં ગેસ ટ્રાન્સફર કરવાની લોખંડની પાઇપ વડે અન્ય ભરેલા સિલેન્ડર માંથી ગેસ ટ્રાન્સફર કરી તેનું ઈલેક્ટ્રીક વજન કાંટા થી નિયત વજન કરી ગેસના બાટલાના વાલ્વ ઉપર બુચ ફીટ કરી તેના ઉપર પ્લાસ્ટિકના સીલ કરી ગેસ મો ગેરકાયદેસર વજન મિલાવટ કરી ગ્રાહકોને નક્કી કરેલા ગેસના પ્રમાણ કરતા ઓછો ગેસ આપવા બોટલો તૈયાર કરતાં ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગેસના બાટલા તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 88,600નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.