ETV Bharat / state

Patan Accident: પાક વેચીને પરત આવતા ખેડૂતનો અકસ્માત, 2નાં મોત પણ પોલીસે પૈસા પરત કર્યા - Patan Accident

પાટણ પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા (Patan Fatal Accident near Samina jaska) હોવાનું સામે આવ્યું છે. પોતાનો પાક વેંચીને આવતી વેળાએ આ બનાવ બન્યો હતો. તેમની પાસે રોકડ મળી આવી હતી જે પોલીસે તેમના પરિવારને સોંપી હતી.

Patan Accident: ખેડૂતના પાકના પૈસા રસ્તામાં વિખેરાઇ ગયા, અકસ્માતમાં બેના મોત

author img

By

Published : Jan 24, 2023, 2:05 PM IST

પાટણ: સમી તાલુકાના જાસ્કા મુજપુર રોડ ઉપર ગતરોજ સાંજે છોટા હાથી અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બંને ખેડૂતોના મોત નીપજ્યાં હતા. અકસ્માત દરમિયાન બંને ખેડૂતો પાસે રહેલી 1.20 લાખની રોકડ રકમ સમી પોલીસના કર્મચારીએ મૃતકના પરિવારજનોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રની સાર્થક કર્યું હતું

પાક વેચવા: ગોઝારો અકસ્માત સર્જાયો શંખેશ્વર અને ફિરોજપુરા ગામના ખેડૂતો ગંજ બજારમાં એરંડા અને જીરાનો પાક વેચવા માટે આવ્યા હતા. ફિરોજપુરા ગામના બાલાજી જેસંગજી ઠાકોર અને શંખેશ્વરના કેતન ધીરુભાઈ રાવળ ગંજ બજારમાં પોતાનો ખેતીનો પાક વેચીને ઘરે જઈ રહ્યા હતા. કેતનભાઇ રાવળ પોતાનું બાઈક લઈને કામ અર્થે પાટણ તરફ આવી રહ્યા હતા. અને બાલાજી ઠાકોર છોટા હાથીમાં ઘરે પરત ફરી રહ્યા હતા.

આ પણ વાંચો Car Accident In Gandhinagar: ગાંધીનગરના રાયસણમાં ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત

અકસ્માત સર્જાયો: જાસ્કાથી મુજપુર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથીના ચાલકની બાજુમાં બેઠેલ બાલાજી જેસંગજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે શંખેશ્વર ગામના કેતન ધીરુભાઈ રાવળને ગંભીર ઈજા પહોંચતા તેઓને 108 મારફતે હારીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.

આ પણ વાંચો Surat Accident : આ કેવો અકસ્માત, ટ્રક પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં વ્યક્તિ ઢસડાયો

પોલિસ કર્મીએ રોકડ પરત કરી: અકસ્માતને પગલે સ્થળ ઉપર દોડી આવેલ મુજપુર ઓપીના જમાદાર મેહુલ દ્વારા માનવતા રાખીને છોટા હાથીના ચાલક પાસેથી મળી આવેલ 1.7 લાખ તેમજ મૃતક બાઇક ચાલક પાસેથી મળેલા 20,000 તેમના પરિવારજનોને પરત કર્યા હતા. ફરી એકવખત હાઈવે રક્તરંજીત થયા છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે અકસ્માતો થવાનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે, ખેડૂતના પરિવારે વિચાર્યું પણ નહીં હોય કે, એમના જ ઘરના સભ્યો સાથે આવું થવાનું હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.