પાટણ: જિલ્લાના 9 તાલુકા મથકો ઉપર મામલતદાર કચેરી ખાતે મત ગણતરી (Gujarat Gram Panchayat Election 2021) શરૂ કરવામાં આવી હતી, જેમાં હારીજ તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ હારીજ ખાતે કરવામાં આવી હતી. જ્યા એક પછી એક ગામોની સરપંચ અને સભ્યોની મત ગણતરી હાથ ધરાઈ હતી, ખાખલ (Khakhal village of Harij Patan ) ગામના સરપંચ માટે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં નિલાબેન ઠાકોરને 776 મત મળ્યા હતા, તેવી જ રીતે સામે હરીફ ઉમેદવાર કુંવરબેનને પણ 776 મત મળતા બંને ઉમેદવારો વચ્ચે ટાઈ (Patan Election Result 2021 ) પડી હતી.
અઢી-અઢી વર્ષ માટે શાસન
આ મુદ્દાનો સરળ ઉકેલ આવે તે માટે ગામ લોકોએ ભેગા મળી સરપંચના શાસનો માટે બન્ને ઉમેદવારો અઢી-અઢી વર્ષ માટે શાસન કરે તે માટે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કર્યો હતો, જેમાં પ્રથમ અઢી વર્ષ માટે નિલાબેન ઠાકોર સરપંચ પદ સંભાળશે (both women became sarpanch) અને અઢી વર્ષ પૂર્ણ થતાં નિલાબેન સરપંચ પદેથી રાજીનામુ આપશે અને ત્યાર બાદ અઢી વર્ષના સરપંચ પદ માટે કુંવરબેન સરપંચ પદ સંભાળશે.
સમરસતાનું ઉત્તમ ઉદાહરણ
આમ પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોની મતગણતરીમાં ખાખલ તાલુકાની બંને મહિલા ઉમેદવારોને એક સરખા મત મળતાં ગામ લોકોએ સામૂહિક રીતે નિર્ણય લઇ બંને ઉમેદવારોને સરપંચ પદ સંભાળવા માટે એક સરખો સમય ગાળો આપીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો: Gujarat Gram Panchayat election Result 2021: જાણો એક ક્લિક પર, કોણ છે તમારા ગામના નવા સરપંચ......
આ પણ વાંચો: Gujarat Gram Panchayat Election Result 2021: કાંકરેજની 21 વર્ષની યુવતીએ સરપંચ પદ જીત્યું