પાટણઃ શહેર સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન અમલી છે, ત્યારે આગામી 25મી એપ્રિલથી મુસ્લિમ બિરાદરોનો રમઝાન માસ શરૂ થાય છે, ત્યારે હાલમાં ચાલતી વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે પાટણ શહેર સહિત જિલ્લાની મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો નમાજ પઢવા એકત્ર ન થાય તે માટે પાટણ DYSP જેટી સોનારાના અધ્યક્ષ સ્થાને A-ડિવિઝન પોલીસ મથકે શહેરની વિવિધ મસ્જિદોના મૌલવીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
![પાટણ મુસ્લિમ બિરાદરો નમાજ માટે મસ્જિદમાં એકત્ર ન થાય, DYSPએ મૌલાનાઓ સાથે કરી બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-03-patandyspheldameetingwiththemaulanas-photostory-7204891_22042020202527_2204f_1587567327_541.jpg)
રમઝાન માસ દરમિયાન મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો નમાજ પઢવા માટે એકત્ર ન થાય તે અંગે મૌલવીઓને તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાટણ શહેરની વિવિધ મસ્જીદોના 15 જેટલા મૌલવિઓ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.