ETV Bharat / state

પાટણ જિલ્લા પંચાયતનું 190 કરોડ રૂપિયાનું પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર - Patan District Panchayat's surplus budget

પાટણ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22ના નાણાકીય વર્ષનું અંદાજપત્ર બુધવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતુ. આ વર્ષના અંતે 190 કરોડ રૂપિયાની પુરાંત રહેવાનો અંદાજ દર્શાવતા શાસક અને વિપક્ષના સભ્યો દ્વારા સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં દર્શાવ્યા મુજબ મહેસૂલી આવક, સરકારી ગ્રાન્ટો મળી કુલ 985.67 કરોડ રૂપિયાની આવક સામે 998.51નો ખર્ચ થવાનો અંદાજ દર્શાવાયો છે.

પાટણ જિલ્લા પંચાયતનું 190 કરોડ રૂપિયાની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર

author img

By

Published : Mar 31, 2021, 6:23 PM IST

Updated : Mar 31, 2021, 7:22 PM IST

  • જિલ્લા પંચાયતની પ્રથમ બજેટ બેઠક યોજાઈ
  • નવનિયુક્ત મહિલા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક મળી
  • મહિલા પ્રમુખે વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કર્યું
  • તમામ સભ્યોએ સર્વાનુમતે બજેટ મંજૂર કર્યું

પાટણઃ જિલ્લા પંચાયતની પ્રથમ અંદાજપત્રીય સામાન્ય સભા નવા નિમાયેલા મહિલા પ્રમુખ ભાનુમતીબેન મકવાણાની અધ્યક્ષતામાં બુધવારે જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે મળી હતી. આ સામાન્ય સભામાં અંદાજપત્રના એજન્ડા ઉપર સભાની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે શૂન્યકાળની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2020-21ના વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને 2021-22ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં વર્ષના અંતે 190 કરોડ રૂપિયાની પુરાંત દર્શાવતા શાસક અને વિરોધ પક્ષના સભ્યોએ સર્વાનુમતે આ બજેટ મંજૂર કર્યું હતું.

મહિલા પ્રમુખે વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કર્યું

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લા પંચાયતનું 18.77 લાખની પૂરાંતવાળું બજેટ રજૂ: વિકાસના નવા કામોનો કોઈ ઉલ્લેખ નહી

અંદાજપત્રમાં સ્વભંડોળમાંથી વિકાસના કામો માટે 21 કરોડની જોગવાઈ

જિલ્લા પંચાયતના બજેટમા દર્શાવેલા આંકડા મુજબ સ્વભંડોળમાંથી વિકાસના કામો માટે 21 કરોડ રૂપિયા, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 4 કરોડ રૂપિયા, આરોગ્યક્ષેત્રે 14 કરોડ રૂપિયા,પશુપાલન ક્ષેત્રે 5 કરોડ રૂપિયા, સમાજ કલ્યાણ ક્ષેત્રે 2.50 કરોડ રૂપિયા, જાહેર બાંધકામ ક્ષેત્રે 1 કરોડ રૂપિયા, ખેતી ક્ષેત્રે 6 કરોડ રૂપિયા, સિંચાઇ ક્ષેત્રે 8 કરોડ રૂપિયા, પ્રકીર્ણ યોજનાઓ માટે 6.50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતની પ્રથમ બજેટ બેઠક યોજાઈ
જિલ્લા પંચાયતની પ્રથમ બજેટ બેઠક યોજાઈ

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા પંચાયતનુ વર્ષ 2021-22નું કુલ 368 કરોડનું બજેટ કરાયું મંજૂર

બજેટમાંથી વિવિધ વિકાસલક્ષી કામો કરાશે

જિલ્લા પંચાયતના મંજૂર થયેલા બજેટમાં 127 કરોડ રૂપિયાના ખર્ચે નવા 160 રોડ બનશે, 5 કરોડ રૂપિયાના ખર્ચે નવી 65 જેટલી આંગણવાડીઓ બનશે, 70 લાખ રૂપિયાના ખર્ચે પાંચ નવી ગ્રામ પંચાયતો બનશે, 3 કરોડ રૂપિયાના ખર્ચે નવા 240 આંબેડકર આવાસો બનશે, 4 કરોડ રૂપિયાના ખર્ચે સિંચાઈના 29 કામો કરવામાં આવશે, દોઢ કરોડ રૂપિયાના ખર્ચે પાટણ અને સરિયાદમાં પશુ દવાખાનું બનશે, 4 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવા ઓરડા અને રીપેરીંગનું કામ કરવામાં આવશે.

નવનિયુક્ત મહિલા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક મળી

Last Updated : Mar 31, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.