પાટણ: બિપરજોય વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ પાટણ શહેર સહીત જિલ્લામાં આજે દિવસભર સતત વરસાદ પડ્યો હતો. ભારે ભવન સાથે ધોધમાર તો ક્યારેક ધીમીધારે સતત વરસાદ ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. વાવાઝોડાને પગલે દિવાલ પડવાથી ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની હતી. જ્યારે જિલ્લામાં 50 મકાનો ધરાશાયી બન્યા છે.193 કાચા મકાનો, 28 પાકા મકાનો નુકસાન ગ્રસ્ત બન્યા હત. જ્યારે 32 જેટલા વીજ થાંભલાઓ ધારાશાયી બન્યા હતા આ ઉપરાંત અનેક સ્થળોએ વૃક્ષો પડવાના બનાવો બન્યા છે. હવામાન વિભાગ દ્વારા 17મી એ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
50 જેટલા મકાનો ધરાશાયી: જિલ્લામાં વાવાઝોડાને પગલે પાટણ રાધનપુર અને સાંતલપુરમાં અઢી ઇંચ ચાણસ્મા, સમી, સરસ્વતી, સિદ્ધપુર અને હારીજમાં એક થી બે ઇંચ અને શંખેશ્વર તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વાવાઝોડા અને તોફાની પવનની સાથે સૌથી વધુ અસર રાધનપુર સાંતલપુર તાલુકામાં દેખાઈ છે. રાધનપુર તાલુકામાં 92 ,સાંતલપુર તાલુકામાં 1 અને ચાણસ્મા તાલુકામાં 4 કાચા મકાનો ક્ષતિગ્રસ્ત બન્યા છે. તો 50 જેટલા મકાનો ધરાશાયી બની નાશ પામ્યા હોવાનું ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવાયું છે. જ્યારે સાંતલપુર તાલુકામાં 18, શંખેશ્વર તાલુકામાં 6 અને રાધનપુર તાલુકામાં 4 પાકા મકાનો ક્ષતિગ્રસ્ત બન્યા છે.
વન વિભાગની 17 ટીમ: 32 જેટલા વૃક્ષો ખસેડવામાં આવ્યા હતા. પાટણ શહેર સહિતજિલ્લામાં આજે દિવસ દરમિયાન સતત વરસાદ ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. લોકોની અવરજવર પંખી રહી હતી. જેને કારણે જાહેર માર્ગો સુમસામ ભાસતા હતા. 3197 લોકોનું સ્થળાંતર કરાવ્યું વાવાઝોડાને પગલે જિલ્લામાં કુલ 925 બાળકો 162 વૃદ્ધો,13 સગર્ભા મહિલાઓ સહિત 3197 વ્યક્તિઓનું જિલ્લાના અલગ અલગ 95 આશય સ્થાનોમાં અગમચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
શ્રમિકોને સુરક્ષિત સ્થળે: તમામ આશ્રય સ્થાનોમાં અસરગ્રસ્ત વ્યક્તિઓને ભોજન અને બાળકોને દૂધ સહિતની વ્યવસ્થા વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના અલગ અલગ આશ્રયસ્થાનોમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ સ્થળાંતરીત થયેલા લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જાને ફીટીંગ અવલોકન કરી જરૂરી સુચનાઓ અધિકારીઓને આપી હતી. વહીવટી તંત્ર દ્વારા સાંતલપુરના રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.પરંતુ વાવાઝોડા અને વરસાદને કારણે રણમાં પાણી ભરાઈ જતા હજારો ટન મીઠું ધોવાઈ જતા અગરિયાઓ અને પાટાના માલિકોને મોટું આર્થિક નુકસાન થતા રોવાનોવારો આવ્યો છે.