પાટણઃ જિલ્લામાં કોરોના સંક્રમણના ઉતાર-ચઢાવ વચ્ચે સોમવારે કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,292 પર પહોંચી છે. આ ઉપરાંત પાટણ શહેરમાં સોમવારે નવા 10 પોઝિટિવ કેસ આવ્યા છે. જેથી શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 499 થઇ છે.
પાટણ શહેરમાં નોંધાયેલા કોરોનાના 10 કેસમાં આયુષ ટાઉનશીપ, પંચોલીપાડો, રાજકાવાડો, લાલેશ્વરપાર્ક, છીંડિયા દરવાજા, માતંગી સોસાયટી, રાજકમલ સોસાયટી, બાલાજી ગ્રીન, શિવ વિહાર, તિરુપતિ નગરમાંથી 1-1 કેસ આવ્યા છે.
આ ઉપરાંત રાધનપુર શહેરમાં 5, ચાણસ્મા તાલુકાના છમીછા, સરવા અને ટાકોદી ગામમાં કોરોનાના 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે સમીમાં 2, સિધ્ધપુર શહેરમાં તેમજ તાલુકાના તાવડીયા અને ચન્દ્રવતીમાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે જ હારિજ અને શંખેશ્વરમાં 1-1 કેસ મળી સોમવારે કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે.