પાટણઃ હવે અગ્નિપથ યોજનાનો વિરોધ પાટણ (Patan Congress protest for Agnipath Scheme) સુધી પહોંચ્યો છે. અહીં જિલ્લા કૉંગ્રેસે અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકારનો વિરોધ (Opposition of Congress in Patan) કર્યો હતો. સાથે જ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર કચેરીની સામે ધરણાં પ્રદર્શન કર્યા હતા. તો આ વિરોધમાં પાટણના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ (Patan Congress MLA Kirit Patel) પણ જોડાયા હતા. જોકે, નવાઈની વાત એ છે કે, વિરોધ કરવા આવેલા ધારાસભ્ય કિરીટ પટેલને (Patan Congress MLA Kirit Patel) તો એટલું પણ ખબર નથી કે યોજનાનું નામ અગ્નિપથ છે કે અગ્નિવીર.
કૉંગ્રેસની ચીમકી - આ સાથે જ કૉંગ્રેસે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કૉંગ્રેસે ધરણા પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના રદ નહીં કરે ત્યાં સુધી અમારો વિરોધ (Opposition of Congress in Patan) ચાલુ જ રહેશે.
આ પણ વાંચો- કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ કરશે આંદોલન
એક તરફ મોંઘવારીને બીજી તરફ બેરોજગારી - કૉંગ્રેસે કહ્યું હતું કે, એક તરફ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ, રાંધણ ગેસના ભાવ તેમ જ મોંઘવારી નીચે સામાન્ય જનતા દબાતી જાય છે. બીજી તરફ બેરોજગારી આસમાને પહોંચી છે. ત્યારે કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના (Central Government Agneepath Yojana) લાવી છે. આ યોજના અંતર્ગત 4 વર્ષની નોકરી કર્યા પછી અન્ય જગ્યાએ અગ્નિવીરોને નોકરીએ રાખવાની સરકારે જાહેરાત કરી છે. જોકે, તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે.
આ પણ વાંચો- 1999ના કારગિલ યુદ્ધ પછી પહેલીવાર સામે આવ્યો 'અગ્નિપથ' યોજનાનો વિચાર
કૉંગ્રેસ તબક્કાવાર કરશે વિરોધ પ્રદર્શન - પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે (Patan Congress MLA Kirit Patel) જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે સૈન્ય એ મહત્વનું અંગ છેય ત્યારે સરકારે અગ્નિપથ યોજનાનું (Central Government Agneepath Yojana) નામ આપી દેશના લાખો યુવાનો સાથે છેતરપિંડી થાય અને દેશની સુરક્ષાને નુકસાન થાય તેવું કામ કર્યું છે. નવયુવાનોને 4 વર્ષની નોકરીએ નજીવા પગારે રાખવા એ યોગ્ય નથી. એટલે સરકાર જ્યાં સુધી આ યોજના રદ નહીં કરે ત્યાં સુધી કૉંગ્રેસ દ્વારા તબક્કાવાર આંદોલન ચલાવવામાં આવશે.