ETV Bharat / state

પાટણના યુવકના મૃતદેહને લંડનથી વતન લાવવા સાંસદે વિદેશ મંત્રાલયને કરી લેખિત રજૂઆત - વિદેશ મંત્રાલયને રજૂઆત

ચાણસ્માના રણાસણ ગામના યુવકે લંડનમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. તેના મૃતદેહને વતન પરત લાવવા સાંસદે વિદેશ મંત્રાલયને લેખિત રજૂઆત કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Patan Chanasma Ranasar Young Student Suicide London Mp Wrote Letter to Foreign ministry

પાટણના યુવકે લંડનમાં અગમ્ય કારણો સર કરી આત્મહત્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 4:51 PM IST

પાટણઃ વિદેશમાં જઈને અભ્યાસ કરવો ત્યાં જ સેટલ થઈ જવું તે આજના યુવાનોનું સપનું બની ગયું છે. આ સપનું પૂરુ કરવા યુવકો ખૂબ મહેનત પણ કરતા હોય છે. જો કે ઘણા કિસ્સામાં આ સપનું દુઃસ્વપ્ન બની જતું હોય છે. જેમાં તાજેતરમાં જ પાટણના યુવકનો કિસ્સો સામે આવ્યો છે. ચાણસ્મા તાલુકાના રણાસણ ગામનો યુવક અભ્યાસાર્થે લંડન બે મહિના અગાઉ ગયો હતો. યુવકે કોઈ અગમ્ય કારણોસર વિદેશમાં આત્મહત્યા કરી લીધી છે. તેના મૃતદેહને વતન લાવવા માટે સાંસદ ભરત સિંહ ડાભીએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે.

પાટણના યુવકના મૃતદેહને લંડનથી વતન લાવવા સાંસદે વિદેશ મંત્રાલયને કરી લેખિત રજૂઆત

બે માસ અગાઉ વિદેશગમનઃ રણાસણના ખેડૂત પ્રવીણભાઈ પટેલનો દીકરો મિત પટેલ 2 માસ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. જ્યાં તેણે શેફિલ્ડ હાલમ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. આ યુવકનો શેફિલ્ડ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ આઈડી નંબર 33064460 છે. લંડનમાં 56 ગ્રાન્ટ સ્ટ્રીટ E13 OET સરનામે યુવક રહેતો હતો. જો કે આ વિદેશગમન આ યુવાનને ફળ્યું નહતું. તેણે કોઈક પરેશાન કરી રહ્યું હોવાનું પરિવારને કોલ કરીને જણાવ્યું હતું. યુવાને આ ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. પરિવારે એકનો એક દીકરો ગુમાવતા તેમના પર આભ તુટી પડ્યું છે. લંડનના હોસ્પિટલ દ્વારા આ યુવકને મૃત જાહેર કરાયો હતો. આ યુવકના મૃતદેહને પોપલર પબ્લિક મોર્ચ્યૂરીમાં હાલ રાખવામાં આવ્યો છે.

સાંસદે લખ્યો પત્રઃ પરિવારે પુત્રના મૃતદેહને વતન પરત લાવવા પાટણના સાંસદ ભરત સિંહ અને રાજ્ય સરકારને વિનંતી કરી છે. સાંસદ ભરત સિંહે વિદેશ મંત્રાલય અને એસ. જયશંકરને આ યુવકના મૃતદેહને વતન પરત લાવવા માટે પત્ર લખ્યો છે. લંડન એમ્બેસીને પણ જાણ કરવામાં આવી છે.

  1. વિદેશમાં મૃત્યુ પામનારા ભારતીયોના સ્વજનો મૃતદેહ પ્રાપ્ત કરી શકશેઃ MHAની સ્પષ્ટતા
  2. Israel Hamas war: ઈઝરાયલની એકમાત્ર બોલિવૂડ સિંગર લિયોરા ઈત્જાકે યુદ્ધનું કર્યુ ભયાવહ વર્ણન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.