- પાટણ ભાજપ દ્વારા ત્રણ દિવગંત નેતાઓને શ્રદ્ધાંજલિ અપાઈ
- પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને અને કનોડિયા બેલડીને શ્રદ્ધાંજલિ અપાઈ
- ભાજપના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
પાટણઃ ગુજરાતમાં ભાજપને સત્તા સ્થાને બિરાજમાન કરનારા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને પાટણ લોકસભા બેઠક પર સતત ચાર ટર્મ સુધી ચૂંટાઈ વિજય બનનારા પૂર્વ સાંસદ મહેશ કનોડિયા તથા કરજણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના એક્ટર નરેશ કનોડીયાનુ તાજેતરમાં નિધન થતાં તેઓની આત્માને શાંતિ માટે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
![પાટણ ભાજપ દ્વારા ત્રણ દિવગંત નેતાઓને શ્રદ્ધાંજલિ અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-03-patanbjppaystributestothreelateleaders-vb-vo-7204891_02112020181141_0211f_02664_449.jpg)
પુષ્પાંજલિ અર્પણ કરી તેમની આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરી
આ તકે જિલ્લા સંગઠનના પ્રભારી મયંક નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ મોહન પટેલ, પૂર્વ સંસદીય સચિવ રણછોડ દેસાઇ સહિતના આગેવાનોએ ભાજપના આ ત્રણે દિવંગત નેતાઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ પક્ષ પ્રત્યે તેઓની વફાદારી અને પોતાના સમયગાળા દરમિયાન કરેલા કાર્યોની નોંધ લઇ તેઓના ફોટા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી તેમની આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.