શ્રાવણ માસ હવે અંતિમ ચરણમાં છે, ત્યારે મંદિર ખાતે અનાજ અને કઠોળની આંગી તેમજ બાર જ્યોતિ લિંગનાં દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ મનોહર આંગીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો સર્જાઈ હતી.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બગેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લોક વાયકા મુજબ પાંડવો વનવાસ દરમિયાન આ પવિત્ર ભૂમિ પર આવ્યા હતા. ત્યારે બકાસુર નામના દાનવનો ભીમે વધ કરી આ નગરીને તેના ત્રાસમાંથી મુક્ત કરાવી હતી. તેથી આ શિવલીંગનુ નામ બગેશ્વર રાખવામાં આવ્યું હોવાનું મનાય છે.