- પાટણમાં દાંડી યાત્રા નિમિત્તે પદયાત્રા
- કેબિનેટપ્રધાન દિલીપ ઠાકોરે પદયાત્રા કરાવી પ્રસ્થાન
- પદયાત્રામાં બાળકો ગાંધીજીની વેશભૂષા કરી આકર્ષણનું કેન્દ્ર બન્યાં
પાટણઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ યોજેલી દાંડી યાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરવા શરૂ થયેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાટણમાં કાર્યક્રમ યોજાયો હતો. પાટણ શહેરના પ્રથમ રેલવે નાળા પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાથી યુનિવર્સિટી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા પૂર્વે કેબિનેટપ્રધાન દિલીપ ઠાકોર તેમજ જિલ્લાના અધિકારીઓએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ગાંધીજી અમર રહોના નારા લગાવ્યાં હતાં. ત્યારબાદ કેબિનેટપ્રધાને પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પદયાત્રામાં બાળકો ગાંધીજીની વેશભૂષા પહેરીનેે જોડાતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પદયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી યુનિવર્સિટી ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી. ત્યારબાદ કન્વેન્શન હોલ ખાતે દેશભક્તિના કાર્યક્રમો યોજાયાં હતાં.
આ પણ વાંચોઃ PM મોદીએ લીલીઝંડી બતાવીને દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો
ભજન અને ભરતનાટ્યમ સહિતના કાર્યક્રમો યોજાયાં
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિના વિવિધ કાર્યક્રમો જેવા કે ભજન, દેશભક્તિના ગીતો, ભરતનાટ્યમ નૃત્ય,ગાંધીજીના જીવન પ્રસંગ પર નાટક સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગુલાટી, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણમાં પદયાત્રા યોજાઈ - દાંડી યાત્રા
દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે શરૂ થયેલી આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે દેશભક્તિના વિવિધ કાર્યક્રમોની સાથે પદયાત્રા અને સાઇકલ રેલી કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં બાળકો ગાંધીજીની વેશભૂષા કરી જોડાતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણમાં પદયાત્રા યોજાઈ
- પાટણમાં દાંડી યાત્રા નિમિત્તે પદયાત્રા
- કેબિનેટપ્રધાન દિલીપ ઠાકોરે પદયાત્રા કરાવી પ્રસ્થાન
- પદયાત્રામાં બાળકો ગાંધીજીની વેશભૂષા કરી આકર્ષણનું કેન્દ્ર બન્યાં
પાટણઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ યોજેલી દાંડી યાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરવા શરૂ થયેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાટણમાં કાર્યક્રમ યોજાયો હતો. પાટણ શહેરના પ્રથમ રેલવે નાળા પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાથી યુનિવર્સિટી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા પૂર્વે કેબિનેટપ્રધાન દિલીપ ઠાકોર તેમજ જિલ્લાના અધિકારીઓએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ગાંધીજી અમર રહોના નારા લગાવ્યાં હતાં. ત્યારબાદ કેબિનેટપ્રધાને પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પદયાત્રામાં બાળકો ગાંધીજીની વેશભૂષા પહેરીનેે જોડાતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પદયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી યુનિવર્સિટી ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી. ત્યારબાદ કન્વેન્શન હોલ ખાતે દેશભક્તિના કાર્યક્રમો યોજાયાં હતાં.
આ પણ વાંચોઃ PM મોદીએ લીલીઝંડી બતાવીને દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો
ભજન અને ભરતનાટ્યમ સહિતના કાર્યક્રમો યોજાયાં
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિના વિવિધ કાર્યક્રમો જેવા કે ભજન, દેશભક્તિના ગીતો, ભરતનાટ્યમ નૃત્ય,ગાંધીજીના જીવન પ્રસંગ પર નાટક સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગુલાટી, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Last Updated : Mar 12, 2021, 9:21 PM IST