ETV Bharat / state

પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને મંદિરોમાં ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઈ

author img

By

Published : Jan 28, 2021, 10:33 AM IST

પાટણ જિલ્લામાં છેલ્લા 8થી 10 મહિનામાં થયેલી ઘરફોડ ચોરી અને મંદિરોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીને અંજામ આપતી ગેંગના 4 આરોપીઓને પોલીસે ઝડપીને પૂછપરછ કરતા આ ગેંગનાં 13 સભ્યોએ 9 ઘરફોડ ચોરી અને 5 મંદિર ચોરીને અંજામ આપી રૂ.૨૫ લાખથી વધુની રકમ ચોરી કરવાનું સામે આવ્યું છે. ત્યારે આ ગેંગના બાકીના આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને મંદિરોમાં ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઈ
પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને મંદિરોમાં ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઈ
  • અત્યાર સુધીમાં 9 ઘરફોડ અને 5 મંદિરોમાં ચોરીને આપ્યો છે અંજામ
  • આ ગેંગમાં ૧૩ સભ્યો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે
  • અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધુનાં મુદ્દામાલની કરી છે ચોરી

પાટણ: પાટણ અને મહેસાણા જિલ્લામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ઘરફોડ ચોરી તથા મંદિર ચોરીનાં સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે આ ચોરીઓનો ભેદ ઉકેલવા માટે પાટણ એલસીબી અને જિલ્લાની વિવિધ પોલીસ ટીમ ના માણસો એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કામે લાગ્યા હતા. ત્યારે ઘર ઘરફોડ ચોરી અને મંદિરમાં ચોરી કરનાર 4 ઇસમોને પોલીસે ઝડપી લઇ તેઓની સઘન પૂછપરછ કરતા આ ઘટનાને અંજામ આપવામાં 13 માણસોની ગેંગ હોવાનું સામે આવ્યું હતું. આ ગેંગ દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા, સેલાવી, વસાઈપુરા, સિધ્ધપુર તાલુકાના કનેસરા અને સરસ્વતી તાલુકાના કોટાવડ તથા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ટુંડાવ,વિજાપુર અને વડનગર તાલુકાના વિવિધ ગામોમાં નવ ઘરફોડ ચોરી અને પાંચ મંદિર ચોરી કરી અંદાજે ૨૫ લાખથી વધુની રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે આ ગેંગના અન્ય 9 આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

એક ટીમ મંદિર ચોરી અને બીજી ટીમ ઘરફોડ ચોરી ને આપતી હતી અંજામ
પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને મંદિર ચોરીને અંજામ આપતી તસ્કર ગેંગ બે ભાગમાં વહેંચાઇ હતી. જેમાંથી એક ટીમ માત્ર મંદિરોમાં ચોરી કરતી હતી અને ચોરીનો હિસ્સો અન્ય ટીમને પણ આપતી હતી. વધુમાં સરસ્વતી તાલુકાનાં કોટાવડ ગામમાં થયેલ ચાર મંદિર ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. કોટાવડ ગામમાં આ ગેંગના છગનજી ઠાકોર કે જે મંદિર ચોરીમાં કુખ્યાત છે તેણે ચાર લોકોની મદદથી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની સાથેસાથે ગેંગનાં અન્ય સભ્યોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ
સેધાજી છગનજી ઠાકોર (રહે.કહીપુર, મહેસાણા)રણજીતસિંહ સુલતાનસિંહ ઝાલા (રહે.અમુઢ, મહેસાણા)દિલીપજી રજુજી ઠાકોર (રહે.કહીપુર, મહેસાણા)કાળુજી તલાજી ઠાકોર (રહે.રામપુર, મહેસાણા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.