ETV Bharat / state

Patan Accident : રાધનપુરમાં અકસ્માતને લઈને પોલીસ આરટીઓ પર થયા હપ્તા ખાવાના આક્ષેપો - Accident between trucks tongue in Radhanpur

રાધનપુર વારાહી હાઇવે પર અકસ્માતને લઈને પોલીસ અને આરટીઓ પર આક્ષેપ થતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી એક શખ્સ કહી રહ્યો છે કે, પોલીસ અને આરટીઓની મહેરબાનીથી વાહનચાલકો ઘેટા બકરાની જેમ પોતાના વાહનોમાં પ્રવાસીઓ ભરતા હોય છે.

Patan Accident : રાધનપુરમાં અકસ્માતને લઈને પોલીસ આરટીઓ પર થયા હપ્તા ખાવાના આક્ષેપો

author img

By

Published : Feb 16, 2023, 9:51 AM IST

Updated : Feb 16, 2023, 11:18 AM IST

અકસ્માતને પગલે પોલીસ પર થયા આક્ષેપો, વિડીયો થયો વાયરલ

પાટણ : રાધનપુર વારાહી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 7 વ્યક્તિઓના મૃત્યુ નિપજતા ચકચાર મચી ગઈ હતી. જોકે, અકસ્માત સર્જાતા બનાવ સ્થળ પર ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. પરતું, એક શખ્સે ધટના સ્થળેથી પોલીસ અને આરટીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. રાધનપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં કંડમ વાહનો પાસિંગ કરતાં ડબલ પ્રવાસીઓ બેસાડી ફેરા કરે છે. પોલીસ અને આરટીઓ આવા વાહન ચાલકો પાસેથી હપ્તાઓ લે છે. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી દોડતા આવતા વાહનોના પાર્સિંગ અને ફિટનેસની ચકાસણી કરવી જોઈએ તેવો સૂર ઉઠ્યો હતો. કેટલાકે અકસ્માત સ્થળેથી જ આ વિડીયો બનાવી સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ કર્યો છે.

સ્થાનિકે તંત્ર સામે રોષ ઠાલવ્યો : રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 7 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દર્દનાક ઘટના અંગે અહીંના એક સ્થાનિક શખ્સે તંત્રની હપ્તાખોરી સામે જણાવ્યું હતું કે, પોલીસ અને આરટીઓની મહેરબાનીથી વાહનચાલકો ઘેટા બકરાની જેમ પોતાના વાહનોમાં પ્રવાસીઓ ભરતા હોય છે. આ જીપ વર્ષ 1998ના મોડલની હતી. વાહનનું પ્રવાસી પાસીંગ હોય છે. તેના કરતાં ત્રણ ગણા પ્રવાસી ભરાતા હોય છે. પોલીસ હપ્તા ખાવા માટે લોકોની જિંદગી સાથે ખીલવાડ કરે છે.

આ પણ વાંચો : Surat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી બાળકીનો બચાવ

ગૃહ વિભાગને કરી અપીલ : વધુમાં આક્ષેપ કર્યો હતા કે, આ હાઇવે પર કેટલાય લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. માત્ર હપ્તાની મલાઈ ખાતા પોલીસ અને આરટીઓ વાળા અકસ્માત સર્જાય ત્યારે ડંડા લઈને આવી જતા હોય છે. પોલીસ જરાય માનવતા દાખવતી નથી. ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ પ્રવાસીઓ ભરી જતી ગાડીઓ સામે આંખ આડા કાન કરતી હોય છે. તેને સરકારના ગૃહ વિભાગને અપીલ કરતાં જણાવ્યું હતું કે હવે સરકારે કડક થવું જરૂરી છે.

આ પણ વાંચો : Radhanpur Accident: પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત, 6 લોકોના મોત

જીપના સાવધાનિક દસ્તાવેજોની ચકાસણી કરાશે : અકસ્માતની ઘટના અંગે રાધનપુર PI પી.કે. પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બપોરના સમયે અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકોને પોસ્મોટમ અર્થે તેમજ ઇજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાંથી પાંચ પ્રવાસીઓની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં જીપનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયાનો અંદાજ છે. જીપના કાગળો વીમો ફિટનેસની ચકાસણી કરવામાં આવશે. આ વીડિયોની પુષ્ટિ ETV Bharat નથી કરતું.

Last Updated : Feb 16, 2023, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.