ETV Bharat / state

Patan Accident: રાધનપુરમાં સર્જાયેલા અકસ્માતને લઈને મુખ્યપ્રધાન પાસે સહાયની માંગ - રાધનપુરમાં ટ્રક જીભ વચ્ચે અકસ્માત

રાધનપુર વારાહી હાઈવે પર સર્જાયેલા અકસ્માતને લઈને મુખ્યપ્રધાન સુધી રજૂઆત પહોંચી છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે અકસ્માતને લઈને મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. ધારાસભ્ય એ પત્રમાં જણાવ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ તેમજ ઇજાગ્રસ્તો પરિવારજનોને રિલીફ ફંડમાંથી સહાય ચૂકવવામાં આવેે છે.

Patan Accident : રાધનપુરમાં સર્જાયેલા અકસ્માતને લઈને મુખ્યપ્રધાન પાસે સહાયની માંગ

author img

By

Published : Feb 16, 2023, 9:22 AM IST

Updated : Feb 16, 2023, 9:51 AM IST

પાટણ : રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજા પહોંચી હતી. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરતું મૃત્યુ પામેલા તેમજ ઇજાગ્રસ્તોને મુખ્યપ્રધાન રિલીફ ફંડમાંથી સહાય ચૂકવવાની માંગ કરી છે. અકસ્માતના પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી છે.

મૃતક અને ઇજાગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવવા ધારાસભ્યનો મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

સહાય ચૂકવવા માંગ : રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે બપોરના સુમારે જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. જ્યારે 12 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલ અને મહેસાણા ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવને પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાજ્યના મુખ્યપ્રધાનને એક પત્ર પાઠવી માંગ કરી છે કે, આ ગોઝારા અકસ્માતની દુર્ઘટનામાં સાત લોકો મોતને ભેટ્યા છે અને 12 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ભોગ બનેલા પરિવારજનોને મુખ્યપ્રધાન રિલીફ ફંડમાંથી સહાય ચૂકવવા માંગ કરી છે. સાથે સાથે ઇજાગ્રસ્તોને સરકાર તરફથી ઉત્તમ સારવાર મળી રહે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Radhanpur Accident: પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત, 6 લોકોના મોત

જિલ્લામાં કંડમ વાહનો માર્ગો પર દોડી રહ્યા : ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અવારનવાર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે. જિલ્લામાં રોજબરોજ વધી રહેલા અકસ્માતોની ઘટનાઓ અટકાવવા પોલીસે પુર ઝડપે અને ગાડીના ફિટનેસ સર્ટી વગર કન્ડમ હાલતમાં દોડતા વાહનો સામે રોક લગાવવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા જુના વાહનો સ્ક્રેપ કરવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. છતાં પાટણ જિલ્લામાં તેનો કડકાઈ પૂર્વક અમલ કરાતો નથી.

આ પણ વાંચો : Pappu Yadav Accident: JAPના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાને નડ્યો અકસ્માત

તંત્રની મીઠી નજર તળે જીપ : પાટણમાં અમલ દેખાતો ન હોવાથી ગઈકાલે રાધનપુર વારાહી હાઈવે રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોને જીવ ખોવો પડ્યો છે. કહેવાય છે કે, રાધનપુરથી વારાહી વચ્ચે પ્રવાસીઓથી ભરી દોડતી આ જીપ ખખડી ગયેલી હાલતમાં હતી. તેમ છતાં પોલીસ તંત્ર અને આરટીઓની મીઠી નજર તળે આ જીપ દરરોજ રાધનપુર હાઇવે માર્ગ ઉપર દોડતી હતી. જો પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા આવા ખખડી ગયેલા વાહનો સામે તપાસ કરવામાં આવે તો સર્જાયેલા આવી કરૂણ દુર્ઘટનાઓ ફરી બનતી અટકી શકે છે.

Last Updated : Feb 16, 2023, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.