ETV Bharat / state

Palli in patan: લીંબચ માતાની નવખંડની પલ્લી ભરાઇ

author img

By

Published : Oct 13, 2021, 4:02 PM IST

પાટણમાં આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી મહોત્સવની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે. લીંબચમાતા મંદિર પરિસરમાં આસો સુદ સાતમની મોડી રાત્રે પરંપરાગત રીતે માતાજીની નવખંડની પલ્લી ભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લીના (Limbach Mata Palli) દર્શન કર્યાં હતાં.

Palli in patan: લીંબચ માતાની નવખંડની પલ્લી ભરાઇ
Palli in patan: લીંબચ માતાની નવખંડની પલ્લી ભરાઇ

પાટણની લીંબચ માતાની પોળમાં પરંપરાગત રીતે સાતમની કરાઇ ઉજવણી
● મહોલ્લાના રહીશ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા
● યુવતીઓએ એક જેવા વસ્ત્રો પરિધાન કરી માઁના ચાચર ચોકને વધાવ્યો
● કાળકાના ગરબાએ વિશેષ આકર્ષણ જમાવ્યું

પાટણઃ શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલ લીંબચ માતાની પોળમાં લીંબચ માતાનું (Limbach Mata) પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના સાત દિવસ અહી જૂની પરંપરા મુજબ મહોલ્લાના રહીશો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યાં છે.

વિવિધ કાર્યક્રમોનું આયોજન

નવરાત્રીની સાતમે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી હતી. સાતમના દિવસે રાત્રે ચાચરના ગરબાનું તેમજ મહાકાળીના ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. ચાચરના ગરબામાં યુવતીઓએ એક જ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ થઈ માના ચાચરચોકને વધાવી આરાધના કરી હતી.

નવરાત્રીની સાતમે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

મહાકાળી માતાનો પરંપરાગત ગરબો

તો મહાકાળી માતાનો પરંપરાગત ગરબો (Mahalaki Garbo) પણ યોજાયો હતો. જેમાં યુવતીઓએ કાળકા, ભદ્રકાળી અને પતાઈરાજાના પાત્રો ભજવી તાલબદ્ધ રીતે ગરબાની રંગત જમાવી હતી. ત્યારબાદ માઁ લીંબચની નવખંડની પલ્લી (Limbach Mata Palli) ભરવામાં આવી હતી. ત્યારે હજો.....હજો….. ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

લીંબચ માતાની પોળમાં પરંપરાગત રીતે સાતમની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મહાકાળીનો પ્રાચીન ગરબો પણ યોજવામાં આવે છે. જે ગરબાને જોવા માટે લીમ્બાચીયા જ્ઞાતિ સમાજના લોકો ઉપરાંત અન્ય સમાજના લોકો બહારગામથી પણ આવે છે. ત્યારે ચાલુ વર્ષે આ ગરબો (Mahalaki Garbo) યોજાયો હતો જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. દર વર્ષે સાતમની રાત્રે માતાજીની નવખંડની પલ્લી (Limbach Mata Palli) ભરવામાં આવે છે જેના દર્શન માટે મોટી સંખ્યામાં માઇ ભકતો આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પલ્લીના દર્શન કર્યા હતાં.

આ પણ વાંચોઃ રૂપાલની પલ્લીનો મેળો આ વર્ષે નહીં ભરાય, માતાજીની પલ્લી મર્યાદિત લોકોની હાજરીમાં વિધિવત રીતે નિકળશે

આ પણ વાંચોઃ પાટણની લીંબચમાતાની પોળમાં પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ અકબંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.