ETV Bharat / state

History of Lord Padmanabha: પાટણના પદ્મનાભ મંદિરમાં માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે ભગવાન - સ્વચ્છતા અભિયાન

પાટણનું એક એવું મંદિર છે, કે જ્યાં ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે. પાટણમાં ભગવાન પદ્મનાભની 620મી જન્મ જયંતીની ધાર્મિક માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તો જાણો આ મંદિરના ઈતિહાસ(History of Lord Padmanabha) પર ETV BHARAT ભારતનો વિશેષ અહેવાલ

History of Lord Padmanabha: પાટણના પદ્મનાભ મંદિરમાં માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે ભગવાન

author img

By

Published : Apr 8, 2022, 9:51 PM IST

પાટણ: ઐતિહાસિક નગરી પાટણમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો પ્રસ્થાપિત છે, જેમાં ભગવાનની મૂર્તિ કે ફોટાની શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરે છે, ત્યારે પાટણનું એક એવું મંદિર છે કે, જ્યાં ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે. પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ તરીકે પદ્મનાભ વાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભના ઇતિહાસ ઉપર નજર કરીએ તો પાટણના કર્ણ પ્રજાપતિના ત્યાં પદ્મનાભનો જન્મ થયો હતો. બાલ્યકાળમાં ભગવાન અવનવી લીલાઓ કરતા હતા.

પાટણનું એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે.

સમગ્ર સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ - પાટણમાં એ સમયે મુઘલ સામ્રાજ્યનું શાસન હતું ત્યારે બાદશાહે શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે વિશાળ સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણમાં વસતા તમામ સમાજના લોકોને તેના ખોદકામ માટે બોલાવ્યા હતા, પરંતુ તે સમયે એક માત્ર પદ્મનાભ આ ખોદકામ માટે ગયા ન હતા. જેની જાણ બાદશાહને જાણ થતાં તેઓએ તેમને દરબારમાં બોલાવ્યા હતા. સરોવરના ખોદકામ(Excavation of the lake) માટે કેમ ન આવ્યા તેનું કારણ પૂછતાં જેના જવાબમાં પદ્મનાભે સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી હતી. આ પછી પદ્મનાભે પોતાની આધ્યાત્મિક શક્તિ વડે એકલે હાથે સમગ્ર સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું. આ સમયે ત્યાં હાજર દરવાને જોયું કે માટી ભરેલા દરેક ટોપલા પદ્મનાભના માથે થઈ કિનારે ખાલી થઈ રહ્યા હતા. આ અલૌકિક નજારાની(Supernatural sights) વાત તેણે ખાન બાદશાહને કરી હતી જેથી બાદશાહને લાગ્યું કે, આ કોઈ દેવ પુરુષ(God male) છે. તેથી તેમને દરબારમાં બોલાવી પોતાના શરીર ઉપર પડેલા પાઠા મટાડવાની વિનંતી કરતા ભગવાને ચાકડા પરની માટીનો લેપ લગાવી સાડા ત્રણ દિવસ સુધી સૂઈ રહેવાની સલાહ આપી હતી.

પદ્મનાભ ભગવાનની 620મી જન્મ જયંતિ પ્રજાપતિ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ધાર્મિક કાર્યક્રમો વચ્ચે  ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Hanuman Temple in Patan : પાટણમાં હનુમાનજીનું મંદિર શહેરના અબોલ જીવોની ઠારશે આતરડી, આ મંદિરનો છે અનોખો પ્રયાસ

અસાધ્ય રોગમાંથી બાદશાહને મુક્તિ - આથી પ્રસન્ન થયેલા બાદશાહે પદ્મનાભને કઈ માંગવાનું કહેતાં ભગવાને વાડીની રચના કરવા માટે ખેડયા વગરની અને કુંવારી જગ્યાની માંગણી કરી હતી, તેથી બાદશાહ અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગ્યા આપી હતી, ત્યારબાદ ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે.

પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ તરીકે પદ્મનાભ વાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભના ઇતિહાસ

આ સ્થળ આસ્થાનું પ્રતિક બન્યું - પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાનના બે વાડીની રચના કરી હતી, ત્યારબાદ આ પવિત્ર ભૂમિ પર 33 કોટી દેવતા છપ્પન કોટી યાદવો અને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા છે. આ પવિત્ર ભૂમિ(Holy Land) પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે. પ્રજાપતિ સમાજ(Prajapati Samaj) ઉપરાંત મોદી સમાજ ઉદા ભગતના વંશજો સહિત વિવિધ સમાજના લોકો માટે આ સ્થળ આસ્થાનું પ્રતિક બન્યું છે.

આ પણ વાંચો: Patan Gadh Kalika Temple : સમગ્ર ભારતમાં સંપૂર્ણ મુખારવિંદ સાથેનું શ્રી કાલિકા માતાનું એકમાત્ર મંદિર પાટણમાં

ચાકડો અને માટીના ક્યારાએ આકર્ષણ જમાવ્યું - યશપાલ સ્વામીએ જણાવ્પયુ હતું કે, પદ્મનાભ ભગવાનની 620મી જન્મ જયંતિ પ્રજાપતિ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પાવર હાઉસ વિસ્તારમાં આવેલ નરસિંહજી ભગવાનના મંદિરમાંથી ભગવાનની શોભાયાત્રા વાજતેગાજાતે નીકળી હતી. શોભાયાત્રામાં ત્રણ રથ 15થી વધુ ટેબ્લો ,ભજન મંડળીઓ ડીજે અને કળશધારી કુવારીકાઓ જોડાઈ હતી. પ્રજાપતિ સમાજના મુખ્ય વ્યવસાય એવા ચાકડો અને માટીના ક્યારાની ઝાંખી એ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રાના માર્ગ ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા હતા. તો શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રાનું સામૈયુ કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજના યુવાનોએ શોભાયાત્રાની પાછળ રહી રસ્તે પડેલી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિક થેલીઓ સહિતનો કચરો એકત્ર કરી સ્વચ્છતા અભિયાન(Sanitation campaign) હાથ ધર્યું હતું.

ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે.

કુંડી યજ્ઞ યોજાયો - શોભાયાત્રા વિવિધ માર્ગોઉપર ફરી પદ્મનાભ મંદિરેમાં પહોંચી હતી. ત્યાં એક કુંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં બ્રાહ્મણોના મંત્રોચાર સાથે યજમાન દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી. આમ પાટણમાં ભગવાન પદ્મનાભની 620મી જન્મ જયંતીની(Padmanabha 620th birth anniversary ) ધાર્મિક માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન - ભગવાન પદ્મનાભે પાટણમાં એક રાતમાં આધ્યાત્મિક શક્તિ વડે વિશાળ સરોવરનુ ખોદકામ કરી બાદશાહને ચકિત કરી વિશાળ વાડીની રચના કરી હતી. આ વાડીમાં ઋષિમુનિઓ, દેવતાઓ સહીત પોતે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. હાલમાં આ પવિત્ર જગ્યા દરેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.