પિતા પુત્ર કરતા પણ વિશેષ સંબંધ ગુરુ અને શિષ્યનો હોય છે. ખાસ કરીને, શિષ્ય ગુરુને દક્ષિણા આપે છે, પરંતુ પાટણ GIDC પાસે ખોડિયાર પરા પ્રાથમિક શાળાના શિક્ષક તુલસીભાઈએ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શાળામાં ધોરણ 1ના નામાંકન થયેલ 28 વિધાર્થીઓને દત્તક લઈ બાળકોને ગણવેશનું વિતરણ કર્યું હતું. સાથે જ આ બાળકો ધોરણ 8માં આવે ત્યા સુધી તેમની તમામ શૈક્ષણિક જવાબદારી ઉપાડી લઈ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
એક શિક્ષક તરીકે બાળકો પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યુ છે. તુલસીભાઈના આ નિર્ણયથી શાળાના તમામ શિક્ષકો અને વાલીઓએ તેમના આ કાર્યની સરાહના કરી હતી.