- 1 મેથી 31 મે સુધી વેકેશન કરાયું જાહેર
- કોલેજો અને કેમ્પસમાં આવેલા ભવનો એક માસ સુધી બંધ રહેશે
- સરકારની ગાઈડલાઈન મુજબ 50 ટકા સ્ટાફ સાથે ઓફિસ ચાલુ રહેશે
પાટણ: રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન સરકારની સુચના મુજબ શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખી ઓનલાઇન શિક્ષણ માટેની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કોલેજોમાં બાકી રહેલો અભ્યાસક્રમ ઓનલાઇન પૂર્ણ કરવા માટે શિક્ષણ કાર્ય ઓનલાઇન શરૂ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુ UG અને PGની ઓનલાઇન પરીક્ષાઓ લેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તાજેતરમાં પ્રિન્સિપાલ અને કોલેજોના અધ્યક્ષની ઓનલાઇન બેઠકમાં કોરોના મહામારીને લઈને એક માસનું વેકેશન આપવા માટેનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી દ્વારા 1 મેથી 31 મે સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સંલગ્ન કોલેજો અને કેમ્પસમાં આવેલા ભવનો એક માસ સુધી બંધ રહેશે.
આ પણ વાંચો:શિક્ષણ વિભાગની જાહેરાતઃ રાજ્યમાં 3 મેથી 6 જુન સુધી સ્કૂલમાં વેકેશન જાહેર
રસી લેનાર વિદ્યાર્થીને પ્રવેશમાં 2% મેરીટ ઉમેરો અપાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન તમામ વિદ્યાશાખાની કોલેજો અને વિભાગોના તમામ વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણથી રક્ષણ મળી રહે તે હેતુથી દરેક વિદ્યાર્થીઓએ એડમિશન મેળવતી વખતે પોતે વ્યક્તિ લીધી છે તેવું પ્રમાણપત્ર રજુ કરવું પડશે અને રસી લીધી હોય તેવા વિદ્યાર્થીઓને વર્ષ 2021- 22માં એડમિશન માટે 2 ટકા મેરીટ ઉમેરો આપવામાં આવશે તેવો પરિપત્ર યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં જાહેર કર્યો છે.