ETV Bharat / state

હારિજમાં જૂની અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

પાટણના હારિજમાં જૂની અદાવતને લઇને કૌટુંબિક ભાઇઓ વચ્ચેના ઝગડામાં ફાયરિંગની ઘટના બની હતા. આ હુમલામાં 2 યુવાનો પૈકી એકનું મોત નીપજ્યું હતું અને અન્ય યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હારિજમાં જૂની અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત

author img

By

Published : Jun 12, 2021, 5:29 PM IST

  • જૂની અદાવતમાં થયેલી ફાયરિંગની ઘટનામાં એકનું મોત
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
  • હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

પાટણ: હારિજમાં એક કૌટુંબિક ભાઇઓ વચ્ચે જૂની અદાવતને લઇને શનિવારે 2 યુવાનો ઉપર છરી વડે હુમલો કરી ફાયરીંગ કરાતા એકનું મોત નીપજ્યું છે. જ્યારે, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગની આ ઘટનાને લઇને શહેરમાં ભારે ભાગદોડ સાથે સન્નાટો છવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ પણ વાંચો: સોપોરમાં એક આતંકવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ કર્યું, 1 નાગરિક ઈજાગ્રસ્ત

જૂની અદાવતને લઇને આપ્યો અંજામ

પાટણ જિલ્લાના હારીજ માર્કેટ યાર્ડ પાસેથી શનિવારે લાભુ કમશીભાઇ અને તેમનો ભાઈ મહેશ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન, તેમના જ કૌટુંબિક ભાઈઓએ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી જૂની અદાવતને લઇને તેઓની ઉપર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ફાયરિંગ કરી ખૂની ખેલને અંજામ આપ્યો હતો. જેમાં, ગંભીર ઇજાઓને કારણે લાભુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, મહેશને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હારીજ માર્કેટ યાર્ડ ખાતે બનેલી ફાયરિંગની આ ઘટનાને લઇને ભારે દોડધામ સાથે સન્નાટો છવાઈ ગયો હતો.

હારિજમાં જૂની અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત
હારિજમાં જૂની અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત

આ પણ વાંચો: બીજાપુર સિલગર ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટ કરશે

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

આ ઘટનાની જાણ થતા જ SP અને DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત, પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આ સાછે પોલીસે હાર્દિક બાબર તથા અનિલ અમૃત સહિત અન્ય શકમંદો ઉપર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.