પાટણઃ સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવાલયોમાં જઇ ભગવાન શિવની પૂજા, અર્ચના કરી તેમને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે શિવ મંદિરોમાં કોઈ પણ જાતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા ન હતા.
શ્રાવણ માસના અંતિમ દિવસે પાટણ શહેરની મધ્યમાં આવેલા બગેશ્વર મહાદેવ મંદિર ખાતે અનાજ અને કઠોળ અને ફ્રૂટની આંગી તેમજ બાર જ્યોતિ લિંગના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ભગવાન શિવની આ મનોહર આંગીના ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા.