ETV Bharat / state

ઈન્ટરનેશનલ નર્સિંગ ડે પર CM રૂપાણીએ પાટણ હોસ્પિટલના નર્સ સાથે કરી વાત

ઈન્ટર નેશનલ નર્સિંગ ડે નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન પંડ્યા સાથે વાત કરી હતી.

Etv bahrat
Vijay Rupani
author img

By

Published : May 12, 2020, 8:59 PM IST

પાટણઃ પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન પંડ્યા સાથે ઈન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઝૂમ કૉલથી તેમની સાથે વાત કરી ફરજની વિગતો મેળવી કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારીના સમયમાં અહર્નિશ કાર્યરત કોરોના વોરિયરની ઉત્તમ સેવાઓને બિરદાવી નર્સિસ ડેની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટાફ નર્સ તરીકેની ફરજ અંગે પૃચ્છા કરતાં જયશ્રીબેને જણાવ્યું હતું કે, 'આઈસોલેશન વોર્ડમાં ડૉક્ટર્સ દ્વારા COVID-19 પોઝિટિવ દર્દીઓને આપવામાં આવતી દવાઓ સહિતની સારવાર સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા સાથે દર્દીઓને પાણી અને ભોજન જેવી જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેનું ધ્યાન રાખીએ છીએ.'

મુખ્યપ્રધાનને આઈસોલેશન વોર્ડમાં સ્વ સુરક્ષા માટેની વ્યવસ્થા અંગે વાત કરતાં જયશ્રીબેને જણાવ્યું કે, દર્દીઓની સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં જતી વખતે અમારી સુરક્ષા માટે PPE કીટ, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, ગ્લવ્ઝ અને સેનેટાઈઝર્સ સહિતની વસ્તુઓ અને મેડિકલના સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક તથા રેસીડેન્ટ મેડિકલ ઑફિસર્સ સહિતના સ્ટાફનો સંપૂર્ણ સહયોગ મળતાં વધુ સારી રીતે કામગીરી કરી શકીએ છીએ.

મૂળ ઈટાલીના અને લેડી વિથ અ લેમ્પ તરીકે જગપ્રખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઈટીંગલની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વભરમાં ઉજવાઈ રહેલા ઈન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે કોરોનાના દર્દીઓની સારવાર માટે સમર્પિત નર્સની સેવાઓને બિરદાવી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાની સુરક્ષા અને પરિવાર અંગે નિશ્ચિત થઈ રાત-દિવસ કામ કરી રહેલા નર્સિંગ સ્ટાફ પ્રતિ પોતાની સંવેદનાના દર્શન કરાવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.