11 જુલાઈને વિશ્વ વસતી દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં વસ્તી વધાર પર નિયંત્રણ માટે અનેક વિધ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવામા આવે છે. પાટણ આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગની વિધાર્થીનીઓ એ પાટણ સિવિલ હોસ્પિટલ થી જન જાગૃતિના ભાગ રૂપે રેલી યોજી હતી.જે રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી વસતી વધારો સીમિત કરી શકાય તે માટેની કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ અંગે લોકોને માહિતી પૂરી પાડી હતી.
વધતી જતી વસતી વધારા પર નિયંત્રણ લાવવા માટે સ્ત્રી ઓપરેશન, પુરુષ ઓપરેશન, અંતરા ઇન્જેક્શન,અને વિવિધ સરકારી હોસ્પિટલોમા અપાતી સેવાઓ અંગેની જાણ કારી રેલી દરમ્યાન લોકોને આપવામા આવી હતી.