ETV Bharat / state

NSUI દ્વારા પાટણ યુનિવર્સિટીમાં મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાની માગ સાથે હલ્લાબોલ

પાટણની North Gujarat University માં એનએસયુઆઇએ ( NSUI ) મેરિટ બેઝ પ્રોગ્રેશન ( Merit Base Progression ) મુદ્દે રેલી કાઢી  યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે દેખાવો કર્યા હતાં. ચાલુ ઈસી બેઠકમાં પહોંચી જઈ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાની માગણી કરી હતી. પરંતુ કુલપતિ દ્વારા બે દિવસમાં નિર્ણય લેવાનું જણાવતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

NSUI દ્વારા પાટણ યુનિવર્સિટીમાં મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાની માગ સાથે હલ્લાબોલ
NSUI દ્વારા પાટણ યુનિવર્સિટીમાં મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાની માગ સાથે હલ્લાબોલ
author img

By

Published : Jul 27, 2021, 1:21 PM IST

  • મેરિટ બેઝ પ્રોગ્રેશનના મુદ્દે NSUI મેદાનમાં
  • NSUIએ યુનિવર્સિટી કેમ્પસમાં રેલી કાઢી દેખાવો કર્યા
  • ઈસી બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાની કરી માગણી
  • વિદ્યાર્થીઓ મોડે સુધી યુનિવર્સિટીના નિર્ણયની રાહ જોઈને બેસી રહ્યાં
  • કુલપતિએ બે દિવસ બાદ નિર્ણય લેવાનું કહેતાં વિદ્યાર્થીઓમાં રોષ
  • વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા પોલીસે બળપ્રયોગ કર્યો

    પાટણઃ હેમચંદ્રાચાર્ય North Gujarat University સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા અનુસ્નાતક સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશન (merit Base progress ) આપવામાં આવે તેવી માગ NSUI દ્વારા અગાઉ યુનિવર્સિટી સમક્ષ કરવામાં આવી હતી ત્યારે યુનિવર્સિટી દ્વારા 26 જુલાઇના રોજ યોજાનારી કારોબારી બેઠકમાં નિર્ણય લેવા જણાવાયું હતું. ત્યારે સોમવારે NSUI પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીની આગેવાનીમાં આગેવાનો કાર્યકરોએ વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટી કેમ્પસમાં રેલી યોજી સૂત્રોચ્ચારો પોકારી દેખાવો કર્યા હતાં અને ચાલુ કારોબારી બેઠકમાં જઈ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી હતી.
કુલપતિ દ્વારા બે દિવસમાં નિર્ણય લેવાનું જણાવતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી

ત્યારે કુલપતિ દ્વારા ઈસી બેઠકમાં નિર્ણય લેવા જણાવાયું હતું. જેને લઇને મોડે સુધી વિદ્યાર્થીઓ અને એનએસયુઆઇના કાર્યકરો કુલપતિના નિર્ણયની રાહ જોઈને બેસી રહ્યાં હતાં. પરંતુ છેલ્લે છેલ્લે કુલપતિ દ્વારા બે દિવસ બાદ નિર્ણય લેવાનું જણાવતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

યુનિવર્સિટી કેમ્પસમાં રેલી યોજી સૂત્રોચ્ચારો પોકારી દેખાવો

મેરિટ બેઝ પ્રોગ્રેશનના ( Merit Base Progression ) નિર્ણયની રાહ જોઈને બેસી રહેલા વિદ્યાર્થીઓને કુલપતિ દ્વારા બે દિવસ બાદ નિર્ણય આપવાનું જણાવતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી અને NSUI વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો મચાવતાં ફરજ પરના પોલીસ અધિકારીઓએ તેઓને યુનિવર્સિટી વહીવટી ભવન આગળથી ખસેડી મૂક્યાં હતાં.

29 જુલાઇએ નિર્ણય જાહેર કરાશે
મેરિટ બેઝ પ્રોગ્રેશનના ( Merit Base Progression ) નિર્ણય બાબતે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે અન્ય યુનિવર્સિટી દ્વારા કેવા પ્રકારે નિર્ણય કરાયા છે તે અંગે જાણીને આગામી 29 જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પાટણ HNG યુનીવર્સિટી દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા મિલકત જપ્ત કરવા કોર્ટનો હુકમ

આ પણ વાંચોઃ પાટણ યુનિવર્સિટી દ્વારા સ્થગિત કરાયેલી પરીક્ષાઓ ઓનલાઇન લેવાનો પ્રારંભ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.