- પાટણમાં કરફ્યૂનો ચુસ્તપણે કરાયો અમલ
- જિલ્લા કલેક્ટર અને SPએ પોલીસ કાફલા સાથે યોજી ફ્લેગ માર્ચ
- કરફ્યૂમાં બહાર નીકળતા રાહદારીઓ અને વાહનચાલકોને અટકાવી પૂછપરછ કરી
- કરફ્યૂમાં બહાર ન નીકળવા શહેરીજનોને કરી અપીલ
પાટણ: સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરફ્યૂ નાખવા રાજ્ય સરકારને કરેલા દિશા નિર્દેશને પગલે સરકારે તાત્કાલિક આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ રાજ્યના 20 શહેરોમાં તારીખ 7 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ નાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: મોરબીમાં રાત્રી કરફ્યૂ શરૂ, તમામ દુકાનો બંધ
પાટણનો પણ કરફ્યૂમાં સમાવેશ
પાટણ શહેરમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ઊંચે જતાં પાટણનો પણ કરફ્યૂમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે બુધવારે પ્રથમ દિવસે કરફ્યૂનો ચુસ્તપણે અમલ થાય અને સરકારના જાહેરનામાનું પાલન થાય તેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા પોલીસ વડાએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી.
આ પણ વાંચો: જૂનાગઢમાં રાત્રિના 8 વાગ્યા બાદ કરફ્યૂનો ચુસ્ત અમલ, તમામ દુકાનો બંધ રહી
પોલીસ વડા અને કલેક્ટરે ઊભા રહી કરફ્યૂના અમલવારી વિશે કરી ચર્ચા
આ સમયે બગવાડા ચોકમાં જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે ઊભા રહી કરફ્યૂના અમલવારી વિશે ચર્ચા કરી હતી, તો ફરજ પરના પોલીસ કર્મચારીઓએ અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને અટકાવી તેઓની પૂછપરછ પણ કરી હતી.