ETV Bharat / state

HGNU અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર વચ્ચે MOU, પાટણમાં ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ થશે કાર્યરત

પ્રવર્તમાન કોરોના વાઈરસ અને ઓમિક્રોન વાઈરસની ઓળખ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણ અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર વચ્ચે MOU (MOU between HNGU and Gujarat Biotechnology Research Center) કરવામાં આવ્યા છે. આ MOU થવાથી અદ્યતન સુવિધા સાથેની લેબોરેટરી પાટણ યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવશે અને તે લેબ સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ ઓમિક્રોનની ઓળખ અને સૂક્ષ્મ વાઈરસના ટેસ્ટિંગ માટેની પ્રથમ લેબોરેટરી (New Omicron Testing lab Patan) બની રહેશે.

author img

By

Published : Dec 31, 2021, 7:57 AM IST

New Omicron Testing lab
New Omicron Testing lab

પાટણ: સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનના શંકાસ્પદ સેમ્પલના ટેસ્ટિંગ એકમાત્ર ગાંધીનગર ખાતે આવેલા GBER લેબમાં થાય છે. હવે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ ઓમિક્રોન તેમજ કોરોનાના બન્ને ટેસ્ટ થઈ શકે તે માટે પ્રથમ RTPCR લેબ કાર્યરત કરવા માટે GBER ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ વચ્ચે કુલપતિ ડો. જે.જે.વોરા અને GBERના ડાયરેક્ટર સી.જે.જોશી દ્વારા MOU (MOU between HNGU and Gujarat Biotechnology Research Center) કરવામાં આવ્યા છે. આ બન્ને સંસ્થાઓ કોઓર્ડીનેશન સાથે આયોજન કરી ઉત્તર ગુજરાતના સરકારી તેમજ પ્રાઇવેટ તમામ ટેસ્ટિંગ યુનિવર્સિટીમાં જ થાય તે પ્રકારની સુવિધા ઉભી કરાશે. અદ્યતન સુવિધા સાથેની લેબોરેટરી યુનિવર્સિટી (New Omicron Testing lab Patan) ખાતે બનાવવામાં આવશે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ લેબ ઓમિક્રોનની ઓળખ માટેની પ્રથમ લેબોરેટરી બની રહેશે. અહીં ઓમિક્રોનનું ટેસ્ટિંગ (Omicron testing) ઝડપથી શક્ય બનશે.

HGNU અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર વચ્ચે MOU

આ લેબમાંથી એક દિવસમાં રિપોર્ટ મળશે

MOU બાબતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Omicron Testing lab HNGU) લાઇફ સાયન્સ વિભાગના કાર્યકારી અધ્યક્ષ ડો. આશિષ પટેલે જણાવ્યું હતું કે, લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટ (Department of Life Science HNGU) ખાતે ટેસ્ટિંગને લગતા સાધનો ઉપલબ્દ્ધ કરવામાં આવ્યા છે અને લેબ પણ તૈયાર કરાઈ છે. લાઇફ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરને આગામી એક બે દિવસોમાં GBERમાં બે દિવસની ટ્રેનીંગ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેના જરૂરી ડોક્યુમેન્ટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં સબમિટ કરવામાં આવશે અને ત્યાંની મંજૂરી આપ્યા બાદ તાત્કાલિક ધોરણે ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: First Death In Country From Omicron: ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં ફરી 500થી વધુ કેસો નોંધાયા, 2 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.