- ત્રણ મહિના અગાઉ રાધનપુરમાં લૂંટ અને હત્યાનો બન્યો હતો બનાવ
- પાટણ એલસીબી પોલીસે ત્રણ મહિને હત્યાના આરોપીને ઝડપી લીધો
- પાટણ એલસીબી પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા
પાટણઃ રાધનપુરમાં અંજુમન હાઈસ્કૂલ પાસે રાજપૂત વાસમાં રહેતા અને કુરિયર સર્વિસની કામગીરી કરતા યાસીન ખાન ખોખર ગત 3 ડિસેમ્બર 2020ના રોજ પોતાના ઘરે એકલા હતા. તે સમયે અજાણ્યા બુકાનીધારી શખ્સે ઘરમાં પ્રવેશ કરી યાસીન ખાન સાથે ઝપાઝપી કરી તેમને છરીઓના ઘા માર્યા હતા. આ સાથે જ તિજોરીની ચાવી લઈ માલ મત્તાની લૂંટ કરી પલાયન થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની બેભાન બનેલા યાસીન ખાન ખોખરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ ભાવનગરમાં શ્વાનનો ત્રાસ, રોજના શ્વાન કરડવાના 50 થી 100 કેસ આવે છે સામે
પોલીસે આરોપી અરબાઝને તેના ઘરેથી ઝડપી લીધો
આ બનાવનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવા પાટણ એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ. બી. ભટ્ટ અને સ્ટાફે વિવિધ ટીમો બનાવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મૃતકના ઘરની બાજુમાં રહેતા પાડોશી એવા મકરાણી નામના યુવાનને લોટ સાથે ખોખરિયા સિંહની હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો હતો. દરમિયાન પોલીસે અરબાઝને તેના ઘરેથી ઝડપી લીધો હતો.
આ પણ વાંચોઃ આઇશા આત્મહત્યા કેસ : પોલીસ FSLની મદદ લે તેવી શક્યતા