ETV Bharat / state

પાટણ ન્યૂઝ: સિંચાઈ માટે પાણી આપો, ખાલીખમ કેનાલોમાં ઉતરીને ખેડૂતોએ કરી પાણી છોડવાની માંગ - પાટણમાં પાણીની અછત

પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલોમાં પાણી ન હોવાને કારણે ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે. શંખેશ્વર પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખેતરમાં જીરાનું વાવેતર કર્યું છે, ત્યારે હવે આ પાકને પાણી આપવાની તાતી જરૂરિયાત છે. જોકે કેનાલો ખાલી ખમ હોવાથી ખેડૂતોમાં ચિંતા સાથે રોષ જોવા મળ્યો છે. અનેક વાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈને નાનીચંદુર અને મોટીચંદુરના ખેડૂતોએ ખાલી કેનાલમાં ઉતરીને વિરોધ દર્શાવી પાણી આપવાની માંગ કરી હતી

ખાલીખમ કેનાલોમાં ઉતરીને ખેડૂતોએ કરી પાણી છોડવાની માંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 7:26 AM IST

ખાલીખમ કેનાલોમાં ઉતરીને ખેડૂતોએ કરી પાણી છોડવાની માંગ

પાટણ: પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનલો શોભાના ગાંઠીયા સમાન બની છે. આ કેનાલોમાં પાણી ન હોવાને કારણે ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે, અનેક વાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શંખેશ્વર પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખેતરમાં જીરાનું વાવેતર કર્યું છે, ત્યારે હવે આ પાકને પાણી આપવાની તાતી જરૂરિયાત છે. જોકે કેનાલો ખાલી ખમ હોવાથી ખેડૂતોમાં ચિંતા સાથે રોષ જોવા મળ્યો છે. નાનીચંદુર અને મોટીચંદુરના ખેડૂતોએ ખાલી કેનાલમાં ઉતરી વિરોધ દર્શાવી પાણી આપવાની માંગ કરી હતી

સિંચાઈના પાણી માટે ખેડૂતોનો દેખાવો: પાટણ જિલ્લામાં હાલ રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ છે, ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં ઘઉં, જીરુ, ચણા, એરંડા, રાયડો સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે ખેતી માટે સિંચાઈનું પાણી પણ જરૂરી છે. એવામાં પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલોમાં પાણી છે, પરંતુ આ પાણી બ્રાન્ચ કેનલોમાં છોડવામાં ન આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોને પોતાના પાક માટે પાણી ન મળતા શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ પાણીની માંગ સાથે કેનાલમાં ઊતરી તંત્ર સામે દેખાવો કરી રોષ ઠાલવ્યો હતો.

પિયત માટે પાણી આપો: પાટણ જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલમાં પાણીનો પૂરતો જથ્થો છે, અને તેની પેટા કેનાલો જેવી કે રાજપુર બ્રાન્ચ કેનાલમાંથી આશરે 20 જેટલા ગામો તેમજ જેસડા કેનાલમાંથી આસપાસના ગામોને નહેર થકી પાણી પૂરું પાડવાની યોજના છે. પરંતુ હાલમાં આ બ્રાન્ચ કેનાલો કોરી ધાકોર રહેતા ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. મોટી ચંદુર ગામના ખેડૂતોએ ખાલી કેનાલમાં ઉતરી સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓ સામે સુત્રોચ્ચારો પોકારી દેખાવો કર્યા હતા. હાલ તો આ ખેડૂતો માટે નમર્દા વિભાગ દ્વારા ક્યારે કેનાલોમાં પાણી છોડવામાં આવશે તેની રાહ જોવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી.

ખેડૂતોની હાલત બની કફોડી: ખેડૂતોએ મોંઘા ભાવના બિયારો રાણો ખાતર ખેડ કરીને ખેતરમાં વાવેતર કર્યું છે પરંતુ સરકારના આદેશ છતાં નર્મદા વિભાગ દ્વારા પેટા અને માઇનોર કેનાલોમાં પાણી નહીં છોડાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. પાટણ જિલ્લામાં રવિ સિઝનમાં 18,110 હેક્ટર માં ચણા 26,064 હેક્ટરમાં, રાઈ અને જીરાનું 1352 હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે.

  1. પાટણ ન્યૂઝ: ખેડૂતોને રવિ સીઝનમાં જ નથી મળી રહ્યું ખાતર, ડીએપી ખાતરની અછતથી મુંઝાયા ખેડૂતો
  2. સાંતલપુરના ડાભી ઉનરોટ અને મઢુત્રા ગામે કેનાલમાં ગાબડું, જીરાના પાકનો સોથ વળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.