- પાટણમાં રતનપોળ વિસ્તારમાં સામાન્ય બાબતે વાત વણસી
- રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે મોડી રાત્રે યુવકની કરાઈ હત્યા
- હત્યાને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
- બન્ને પક્ષના લોકોએ A ડિવિઝન મથકે સામસામી ફરિયાદ નોંધાવી
પાટણ: જિલ્લાના ઝરાદીવાડામાં રહેતા શેખ અબ્દુલ રજાક તથા તેનો મિત્ર મહોલ્લાના નાકે પડેલી રિક્ષામાં ગઈ રાત્રીના સમયે બેઠા હતા. તે સમયે પાડોશમાં રહેતા રાવળ જીતેન્દ્ર પુનમભાઈએ આવી યુવકને કહેલું કે, તમે અમારી રિક્ષામાં કેમ બેઠા છો? આ મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેણે જોત જોતામાં ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા બન્ને પક્ષના લોકોએ છરી, લાકડી ,ધોકા જેવા ઘાતક હથિયારો વડે એકબીજા ઉપર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે માથાકૂટ, એક વ્યક્તિ પર છરીથી હુમલો
હુમલામાં અબ્દુલ રજાક નામના યુવકનું મોત થયું મોત
જેમાં અબ્દુલ રઝાકને માથામાં અને પેટના ભાગે ઇજાઓ થતાં તેનું મોત થયું હતું. જ્યારે સામાપક્ષે રાવળ મનોજને પેટના ભાગે ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવને પગલે બન્ને પક્ષના લોકોએ A ડિવિઝન પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હત્યા કરનારા ચાર આરોપીને ઝડપી લીધા છે.
આ પણ વાંચો: રાજકોટમાં જાહેરમાં 2 યુવાનો પર છરી વડે હુમલો, પોલીસે તપાસ શરૂ કરી
મૃત્યુ પામનારો યુવક સાત બહેનોનો વચ્ચે એક ભાઈ
સામાન્ય બનાવમાં અડોશ-પડોશમાં રહેતા બે અલગ-અલગ સમાજના યુવાનો વચ્ચે થયેલા હિંસક હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તનાવભરી પરિસ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ વણસે તે પહેલાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃત્યુ પામનારો યુવક સાત બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. જેની હત્યાને પગલે પરિવારજનોમાં ભારે ગમગીની છવાઇ હતી.