- HNG યુનિવર્સીટી અને સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સીટી વચ્ચે થયા MOU
- રમતગમત ક્ષેત્રમાં વધુ સારા સંશોધનો થશે
- નવા અભ્યાસક્રમો ડેવલપ કરવાની દિશામાં સહભાગીતા
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ સ્પોર્ટ્સ અને ફીઝીકલ એજ્યુકેશનના વિકાસ સહિતની બાબતોનો સમાવેશ કરી એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પાટણની યુનિવર્સિટીના કેમ્પસમાં ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું
આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ અપાશે
રાજ્ય અને દેશમાં શારીરિક શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં વધુ સારા સંશોધનો, આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ ઉપરાંત નવા અભ્યાસક્રમો ડેવલપ કરવા માટે બન્ને યુનિવર્સિટીઓ સાથે મળી કામ કરી શકે તેવા ઉદ્દેશ સાથે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે. જે. વોરા તથા યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: પાટણની HNGU અને ઈન્દોરની SAGE યુનિવર્સિટી વચ્ચે MOU