ETV Bharat / state

Mothers Race in Brhamanvada : પુત્રના સારા સ્વાસ્થ્યની કામના માટે જ્યાં વિદેશથી આવીને માતાઓ લગાવે છે દોડ - Holi traditions in Gujarat

ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તે માતા પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હોળીના દિવસે દોડ (Mothers Race in Brhamanvada)લગાવે છે. આ દોડ સ્પર્ધા 700 વર્ષથી યોજવામાં આવે છે. જૂઓ આ વર્ષની દોડના દ્રશ્યો.

Mothers Race in Brhamanvada : પુત્રના સારા સ્વાસ્થ્યની કામના માટે જ્યાં વિદેશથી આવીને માતાઓ લગાવે છે દોડ

author img

By

Published : Mar 19, 2022, 3:13 PM IST

પાટણઃ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષથી પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની અનોખી પરંપરા છે. આ પરંપરા (Holi traditions in Gujarat )મુજબ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તે માતાને પુત્રના સારા સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટર લાંબી દોડ (Mothers Race in Brhamanvada)લગાવવી પડે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પહેલા પુત્રની દરેક માતા અચૂક જોડાય છે.

આ દોડ સ્પર્ધા 700 વર્ષથી યોજવામાં આવે છે

વિદેશથી પણ માતાઓ દોડવા આવે છે - અહીં પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો સવાલ છે. જેથી માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટર સુધી ખુલ્લા પગે દોડે છે.ગામમાં પહેલા પુત્રની માતા આ પ્રતિયોગિતામાં ચોક્કસથી ભાગ લે છે અને તેવું ઈચ્છે છે કે તેનો પ્રથમ નંબર આવે. જેથી તેના દીકરાનું સ્વાસ્થ્ય સારૂં અને મજબૂત બને. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં પહેલા પુત્રની માતા હાથમાં નારીયેળ અને ત્રિશૂલ લઇ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિર પરિસરથી 2 કિલોમીટર સુધી દોડે છે અને વેરાઈ માતાના મંદિરે દોડ પૂર્ણ કરે છે. વિદેશમાં રહેતા બ્રાહ્મણવાડા ગામના પરિવારજનો આ દિવસે અચૂક ગામમાં આવે છે અને સદીઓની આ પરંપરાને (Cultural Heritage of Gujarat )નિભાવે છે આ વર્ષે પણ ન્યુઝીલેન્ડ ખાતે રહેતી રિદ્ધિ ચૌધરી નામની મહિલા આવી હતી અને દોડમાં (Mothers Race in Brhamanvada)ભાગ લીધો હતો.

નવા જમાનાની વિદેશ વસતી માતાઓ માટે પણ પુત્રનું હિત સર્વોપરી છે

આ પણ વાંચોઃ Dhuleti 2022: મહેસાણાના વિસનગરમાં ખાસડાયુદ્ધની ધુળેટી, 200 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવાય

કોઇ મેડલની અપેક્ષા નહીં પુત્રનું હિત સર્વોપરી - દેશ અને દુનિયામાં અનેક મેરેથોન દોડ યોજાતી હોય છે. જેમાં દોડવીર મેડલ મેળવવાની અપેક્ષા રાખી એડીચોટીનું જોર લગાવે છે, પરંતુ બ્રાહ્મણવાડા ગામમાં યોજાતી દોડ (Holi traditions in Gujarat ) એક માતા તેના પુત્રના આયુષ્ય અને તંદુરસ્તી માટે (Mothers Race in Brhamanvada) દોડે છે અને એટલે જ આ દોડને 'મા'ની મેરેથોન દોડ કહીએ તો પણ નવાઈ નહીં.

આ પણ વાંચોઃ હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.