- દિવાળીના મીની વેકેશનમાં રાણીની વાવ ખાતે પ્રવાસીઓ ઉમટ્યા
- છ દિવસમાં 15500 પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી
- પુરાતત્વ વિભાગને 6,21,800ની આવક થઈ
પાટણ: વર્લ્ડ હેરિટેજમાં 2014માં સ્થાન પામેલી, વિશ્વ ફલક પર ચમકેલી અને રૂપિયા 100ની ચલણી નોટ પર અંકિત થયેલી ઐતિહાસિક રાણીની વાવ (Rani Ki Vav) ને નિહાળવા દિવાળીના તહેવારોમાં દેશ- વિદેશમાંથી પ્રવાસીઓ પાટણના મહેમાન બને છે. ચાલુ વર્ષે પણ તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ (Tourists) પાટણના મહેમાન બન્યા હતા અને રાણીની વાવના શિલ્પ, સ્થાપત્ય તેમજ કલા- કોતરણી નિહાળી અભિભૂત બન્યા હતા.

આ પણ વાંચો: 74 સામુહિક દીક્ષા: સંયમનું આવું પર્વ સુરતવાસીઓ માટે નવલું નઝરાણુ બનશે
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધી
ગત વર્ષે કોરોના મહામારીને કારણે ઓનલાઇન ટિકિટ હોવાથી પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી, જેથી આવકમાં પણ ઘટાડો થયો હતો. ચાલુ વર્ષે 4 નવેમ્બરે 4000, 5 નવેમ્બરે 3500, 6 નવેમ્બરે 3000, 7 નવેમ્બરે 2500, 8 નવેમ્બરે 1500 અને 9 નવેમ્બરે 1000 મળી કુલ 15500 પ્રવાસીઓ (Tourists) એ રાણીની વાવ (Rani Ki Vav) નિહાળી છે. જેથી પુરાતત્વ વિભાગને 6,21,800ની આવક થઈ છે.
આ પણ વાંચો: RRU અને BISAG-IN વચ્ચે MOU- નિપુણ સોફ્ટવેરના માધ્યમથી ભારતીય સેના પ્રશિક્ષણ મેળવી શકશે
પ્રવાસીઓને લઈ ધંધા- રોજગારને થઈ આવક
ઐતિહાસિક રાણીની વાવ (Rani Ki Vav) ની મુલાકાતે આવેલા પ્રવાસીઓ (Tourists) અહીંની કલા- કોતરણી અને પાણી સંગ્રહની વ્યવસ્થા જોઈને અભિભૂત બન્યા હતા. મહારાષ્ટ્રના પુનાની કીર્તિ કદમ નામની મહિલાએ જણાવ્યું હતું કે, પ્રાચીન કાળથી મહિલાઓ સામાજિક કાર્યો કરવામાં અગ્રેસર હતી તેનું ઉત્તમ ઉદાહરણ રાણીની વાવ છે. અહીંનું આર્કિટેક્ચર તેમજ વ્યવસ્થા અદભુત છે. અમદાવાદના ભાવેશ ઓઝાએ જણાવ્યું હતું કે, બારસો વર્ષ પહેલા રાજાઓએ પાણી સંગ્રહની સાથે સાથે શિલ્પ, સ્થાપત્ય અને કલા વારસાને જાળવી રાખવા આવા સ્થાપત્યો બનાવ્યા છે, જે આજની પેઢી માટે દીવાદાંડી સમાન છે.
