ETV Bharat / state

પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા - Total cases of corona in Patan

પાટણમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી પોઝીટીવ દર્દીઓના 100થી વધુ કેસો સામે આવ્યા બાદ ગુરુવારે ત્રીજા દિવસે પણ કોરોનાના 109 કેસ નોંધાયા છે.

પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા

author img

By

Published : Apr 8, 2021, 10:32 PM IST

  • પાટણ જિલ્લામાં કોરોનાના નવા 109 પોઝિટિવ કેસ નોંધાયા
  • પાટણ શહેરમાં 24 કેસ નોંધાયા
  • શહેરમાં કુલ 1676 દર્દીઓ કોરોનાની ઝપેટમા
  • જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 5197 થઈ

પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જિલ્લામાં ગુરુવારે 109 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 24 કેસ સામે આવ્યા છે. પાટણમાં પોઝિટિવ દર્દીઓની દિન પ્રતિદિન વધી રહેલી સંખ્યાને લઈ વહીવટીતંત્ર પણ સક્રિય બન્યું છે.

પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોના કેસમાં ઉછાળો: 18 પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં ક્યા કેટલા કેસ નોંધાયા

પાટણ શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 12, ચાણસ્મા શહેરમાં 16 અને તાલુકામાં 26, રાધનપુર શહેરમાં 8, તાલુકામાં 2, સિધ્ધપુર તાલુકામાં 5, રીજ શહેરમાં 2 અને તાલુકામાં 3, સાંતલપુર તાલુકામાં 2, સરસ્વતી તાલુકામા 3 અને સમી તાલુકામાં 6 કેસ નોંધાયા છે.

કોરોના પોઝિટિવ 30 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 5167 ઉપર પહોંચ્યો છે. જયારે પાટણ શહેરમાં કુલ 1676 કેસ નોંધાયા છે. 354 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે, જયારે કોરોના પોઝિટિવ 30 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 571 હોમ આઈસોલેશનમાં છે.

આ પણ વાંચોઃ ગોમટા ગામમાં કોરોનાના 25 કેસ નોંધાતા સ્વયંભૂ લોકડાઉન

પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો

પાટણ જિલ્લામાં ચૂંટણીઓ બાદની કોરોનાની બીજી લહેર ખુબ જ જીવલેણ સાબીત થઇ રહી છે અને દરરોજ કેસમાં વધારો થઇ રહ્યો છે . પ્રથમ વખતની સ્થિતિ કરતાં પણ હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય તેવું ચિત્ર સામે આવી રહ્યુ છે. જાણે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વખતની રાજકીય પક્ષોની બેદરકારીની સજા પ્રજાને ભોગવવાનો વારો આવ્યો હોય તેવો ગણગણાટ પણ હાલ સોશિયલ મીડીયા સહિત લોકોમાં સાંભળવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.