પાટણ: પાટણ શહેરમાં અનલૉક દરમિયાન કોરોના કેસમાં વધુ 5નો વધારો જોવા મળ્યો છે. જેમાં શૈલજા બંગ્લોઝ, નાગરવાડો, અશોકા કોમ્પ્લેક્સ, અંબાજી મંદિર પાસે અને રતનપોળમાં કેસ નોંધાયા છે. ઉપરાંત અંબાજી મંદિર પાસે રહેતા 55 વર્ષીય પુરુષ અને ચાણસ્મા શહેરમાં ઉમિયા નગરમાં રહેતી 80 વર્ષીય મહિલાનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ સાથે જ ચાણસ્મા શહેરમાં ભાવસાર વાસમાં 2, ઉમિયા નગર સોસાયટીમાં 1, તાલુકાના ધાણોધરડા અને ધીણોજ ગામમાં 1-1 કેસ નોંધાયો છે.જ્યારે સિદ્ધપુર શહેરના લવારા ગામમાં 1 કેસ, તેમજ રાધનપુરમાં આદર્શ હાઈસ્કુલ સામે શક્તિનગર સોસાયટીમાં 1 કેસ, પરમારવાસમાં 1,પંચવટી વિનાયક સોસાયટીમાં 1 મળી 3 કેસ નોંધાયા છે.
સમીમાં પ્રજાપતિ વાસમાં 2, વ્હોરાવાસમાં 1 મળી કુલ 3 અને સાંતલપુર તાલુકાના વારાહીમાં તેમજ પાટણ તાલુકાના મણુદ ગામે 1-1 કેસ મળી જિલ્લામાં 20 કેસો નોંધાયા છે.
અત્યાર સુધી જિલ્લામાં 305 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ધારપુર હોસ્પિટલ ખાતે 493 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે.