ભારત સરકાર દ્વારા તાજેતરમાં નાગરિકતા સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવતા, દેશના રાષ્ટ્રપતિએ આ કાયદા પર મંજૂરીની મહોર લગાવી છે, ત્યારે સમગ્ર દેશમાં આ કાયદાનો વિરોધ અને સમર્થન થઈ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના કોંગ્રેસ માયનોરિટી વિભાગ દ્વારા આ કાયદાના વિરોધમાં માયનોરિટી વિભાગના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ કાયદા વિરુદ્ધ સુત્રોચ્ચારો પોકારી દેખાવો કર્યા હતો. અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી આ કાયદાને રદ કરવાની માગ કરી હતી.
કલેકટરને રજૂઆત કરી હતી કે, જ્યાં સુધી આ કાયદો રદ નહીં થાય ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે અને કોઈ સંસ્થા કે, વ્યક્તિને નુકસાન થશે તેની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ આપી હતી.