અમદાવાદ ખાતે યોજાનારા પતંગ મહોત્સવમા વિશ્વના 18 દેશોના પ્રતિનિધિ મંડળો ભાગ લેવા આવ્યા છે. ત્યારે મલેશિયા, માડાગાસ્કર, ટ્રીનિડાડ, ટોબેગો, તાઈવાન અને અજરબેઇજાન દેશોના 10 જેટલા પ્રતિનિધિઓએ વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત લીધી હતી અને અદભુત શિલ્પ કલા નિહાળી તેની પ્રસંશા કરી હતી. વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
પાંચ દેશોના પ્રતિનિધિ મંડળના સભ્યોએ રાણીની વાવના શિલ્પ સ્થાપત્યો,દેવી દેવતાઓની મૂર્તિઓ અને સ્ત્રી શૃંગારના સ્થાપત્યો જોઈ પ્રભાવિત થયા હતા.