● વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
● મોદી સમાજ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
● નવનિયુક્ત પુરવઠાપ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર રક્તદાન કેમ્પમાં હાજર રહ્યાં
● 250 બોટલના લક્ષ્યાંક સામે પ્રથમ તબક્કામાં જ 100 બ્લડ યુનિટ એકત્ર થયું
પાટણઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દર વર્ષે ભારતીય જનતા પાર્ટી તેમજ વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાના કાર્યક્રમો કરી ઉજવવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે પાટણમાં સમસ્ત મોદી સમાજ અને ભારત વિકાસ પરિષદ દ્વારા કડવા પાટીદારની વાડી અને વાઘેશ્વરી માતાની વાડી એમ બે સ્થળો પર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. 250 બોટલના લક્ષ્યાંક સામે પ્રારંભના તબક્કામાં જ 100 બ્લડ યુનિટ એકત્ર થયું હતું. રક્તદાન કેમ્પમાં ગુજરાતના નવનિયુક્ત પુરવઠાપ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર પણ હાજર રહ્યાં હતાં અને મોદી સમાજ તેમજ ભારત વિકાસ પરિષદની આ સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી.
આ પણ વાંચોઃ PM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે
આ પણ વાંચોઃ મેગા વેક્સિનેશન ડ્રાઈવ એ વડાપ્રધાન મોદી માટે રિટર્ન ગિફ્ટ: પિયુષ ગોયલ