ETV Bharat / state

રાધનપુરમાં ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડા : વિષપાન કરતાં પ્રેમિકાનું મૃત્યું

પાટણના રાધનપૂરમાં 2 પ્રેમી પંખીડાઓ લગ્ન કરવાના ઈરાદે ઘરેથી ભાગી ગયા હતા પંરતુ યુવાન પરણીત અને 2 બાળકોનો પિતા હોવાથી લગ્ન શક્ય નથી તેથી બંન્નેએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. યુવતીએ ઝેર પીને પોતાનું જીવન ટુંકાવી દિધુ પણ યુવાનને પોતાની જવાબદારીનુ ભાન થતા યુવતીના મૃતદેહને છોડીને પરત ઘરે આવી ગયો હતો. યુવતીના માતાની ફરીયાદને આધારે પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

xx
રાધનપુરમાં ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડા : વિષપાન કરતાં પ્રેમિકાનું મૃત્યું
author img

By

Published : Jun 17, 2021, 11:49 AM IST

  • રાધનપુરમાં પ્રેમીપંખીડાઓ લગ્ન કરવાના ઈરાદે ઘરેથી ભાગ્યા
  • લગ્ન શક્ય ન હોવાને કારણે યુવતી ઝેર પી કરી આત્મહત્યા
  • પોલીસે યુવક સામે ગુનો નોંધી કરી કાર્યવાહી

પાટણ: રાધનપુર તાલુકાના નાના ગોકુળપુરા ગામે રહેતા નિરાશ્રીત ઠાકોર સોમીબેન ગંગારામભાઇ સાદુરામભાઇની 17 વર્ષિય પુત્રી બનાસકાંઠાના રામનગર ખારીયા ગામના પાંચા કરશનભાઇ નિરાશ્રીત ઠાકોર સાથે પ્રેમમાં પડતા બંને વચ્ચે સંબંધો બંધાયા હતા . દરમિયાન બંને પ્રેમીપંખીડા ગત તારીખ 3 જુનના રોજ રાત્રિના સુમારે લગ્ન કરવાના ઇરાદે નાસી છુટ્યા હતા. જે અંગેની જાણ યુવતીના પરીવારજનોને થતાં તેણીની માતાએ યુવક સામે પોતાની પુત્રીને ભગાડી ગયો હોવાની રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત ગઇકાલે રાધનપુર પોલીસે યુવતીને ભગાડી જનાર યુવક પાંચા કરશનભાઇ ઠાકોરને તેના ગામમાંથી ઝડપી લીધો હતો.

લગ્નના ઈરાદે ઘરેથી ફરાર

પોલીસે યુવતી મામલે પુછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બંને જણા લગ્ન કરવાના ઇરાદે ઘરેથી બાઇક ઉપર નાસી છુટયા હતા અને જુનાગઢ, કેશોદ અને રાજકોટમાં ફર્યા હતા, પરંતુ પૈસા ખુટી જતાં અને પોતે બે બાળકોનો પિતા હોવાથી યુવતી સાથે લગ્ન કરવા શકય ન હોવાથી બંનેએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. રાજકોટ નજીક આવેલ બામણબોર ગામની સીમમાં ગયા હતાં જયાં પ્રથમ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી પરંતુ પોતે પરણીત અને બે સંતાનોનો પિતા હોવાનું ભાન થતા ઝેરી દવા પીવાનું માંડી વાળી પ્રેમીકાને ત્યાં જ ઝેર પીધેલી હાલતમાં મુકી પરત ઘરે આવતો રહ્યો હતો.

આ પણ વાંચો : ભરૂચના કેબલ બ્રિજ પરથી પ્રેમી પંખીડાની નર્મદા નદીમાં મોતની છલાંગ

ગુનો નોંધી તપાસ હાથ ધરી

હકીકત સાંભળી ચોંકી ઉઠેલી પોલીસ તેને સાથે લઇ ઘટના સ્થળે જતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરાવી મૃતદેહ પરીવારજનોને સોંપી પાંચા કરશનભાઇ નિરાશ્રીત ઠાકોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : સરધારમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.